Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

કોરોના સંક્રમણ યથાવતઃ ૧૯ કેસ

શહેરના ૧૦ મહિલાઓ તથા ૯ પુરૂષોનો કોરોના રિપોર્ટ પોઝીટીવઃ ૧ર દર્દીઓ સાજા થયા

રાજકોટ તા. ર૮ :.. શહેરમાં કોરોનાના દરરોજ બે આંકડામાં કેસ આવવા લાગતા કુલ એકટીવ કેસની સંખ્‍યા ૧૪૬ થઇ ગઇ છે. ગઇકાલે પણ ૧૯ લોકો કોરોના સંક્રમિત બન્‍યા હતાં. જયારે ૧ર સ્‍વસ્‍થ થયા છે.

મનપાના આરોગ્‍ય વિભાગની યાદી મુજબ મનહરપુર, પ્રણામી ચોક, ચિત્રકુટ સોસાયટી, રામધણ આશ્રમ, પાળ રોડ, જશરાજ પાર્ક, ગાંધીનગર, માધાપર, નાના મૌવા રોડ, પંચાયત ચોક, ઇન્‍દીરા સર્કલ, યુનિ. રોડ, છોટુનગર સહિતના વિસ્‍તારોના ર૩ થી ૬ર વર્ષના ૧૦ મહિલાઓ તથા ૯ પુરૂષોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે.

(4:38 pm IST)