Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કૌશિક મહેતાનો લોકડાયરો

પૂ. જલારામ બાપાનુ દિવ્‍યધામ વિરપુર (જલારામ) ખાતે સાદરાણી પરીવાર દ્વારા ગાયત્રી મંદિર રેલ્‍વે સ્‍ટેશન રોડ ખાતે આયોજીત શ્રી મદ ભાગવત સપ્‍તાહમાં રાજકોટ-સૌરાષ્‍ટ્રના જાણીતા લોકગાયક કૌશિક મહેતા એન્‍ડ પાર્ટીનો કસુંબલ લોકડાયરો યોજાયો હતો. લોકડાયરામાં એકત્રીત થયેલ રકમ ‘‘ભાગવત ગંગા એજયુક઼ેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ-જામનગર દ્વારા સંચાલીત અન્‍નક્ષેત્ર-જામનગરને અર્પણ કરવામાં આવેલ હતી. લોકડાયરો હાસ્‍યરસના કાર્યક્રમને સફળ બનાવવા સાદરાણી પરીવારનાં મનોજભાઇ સાદરાણી, જનકભાઇ સાદરાણી, રસીકભાઇ સાદરાણી, ઘનશ્‍યામભાઇ સાદરાણી, દીલીપભાઇ સાદરાણી, જીગ્નેશભાઇ સાદરાણી તથા પુત્રી કુ. ઉમાક્ષીએ જહેમત ઉઠાવી હતી.

(3:59 pm IST)