Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

જીવનનગર રાષ્ટ્રીય રંગે રંગાયુ : પ્રજાસત્તાક પર્વની ઉજવણી

રાજકોટ ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના ઉપક્રમે ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મહાદેવધામના પટાંગણમાં ધ્વજવંદન સાથે કરાઇ હતી. રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભૂષા સહીત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયા, વોર્ડ નં. ૧૦ ના ભાજપ પ્રમુખ રજનીભાઇ ગોલ, વોર્ડના ચુંટણી ઇન્ચાર્જ પરેશભાઇ હુંબલ, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, કિશોરભાઇ સોજીત્રા, મનીષભાઇ ડેડકીયા, વ્યોમભાઇ વ્યાસ, ડો. આશીષભાઇ મકવાણા, ભાવેશભાઇ બુંદેલા, કેતનભાઇ મકવાણા, પાર્થગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન મુકેશભાઇ પોપટે અને અંતમાં આભારવિધિ પંકજભાઇ મહેતાએ કરી હતી. સંચાલન ઉમેશ રાવ અને વિશેષ વ્યવસ્થા વિનુભાઇ ઉપાધ્યાય, કેતનભાઇ મકવાણા, અંકલેશભાઇ ગોહિલે સંભાળી હતી.

(3:04 pm IST)
  • ખોટા સમાચાર ફેલાવવા બદલ પોતાનો પ્રોગ્રામ ન્યુઝ ચેનલે પ્રસારિત કરવાનું બંધ કરી દેતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઈન્ડિયા ટુડે ટીવી ન્યુઝ ચેનલ છોડી દીધી હોવાના અહેવાલ મળી રહ્યા છે. access_time 8:51 pm IST

  • ગુજરાત ATS એ, બનાવટી દસ્તાવેજોની મદદથી 15 વર્ષથી અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા સરદારખાન પઠાણ તરીકે ઓળખાતા એક અફઘાન વ્યક્તિને ઝડપી લીધો છે. access_time 11:13 pm IST

  • યુપીમાં શશી થરૂર, રાજદીપ સરદેસાઈ, મ્રીનલ પાંડે અને કેરેવાન મેગેઝિનના સંપાદકો વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવા અને કોમી હિંસા ભડકાવવા બદલ એફઆઈઆર નોંધાઈ access_time 10:03 pm IST