Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

બ્રહ્મ સમાજના અગ્રણી-માજી શાસનાધિકારી વસંતભાઇ ઠાકરનું નિધનઃ ગુરૂવારે બેસણુ

જાણીતા એડવોકેટ-ભાજપ અગ્રણી પરેશ ઠાકરના પિતા

રાજકોટ તા.૨૭: રાજકોટ શહેરમાં વસતા અને હડમતીયા (ગોલીડા) થી જન્મ થયેલ વસંતલાલ ભુપતલાલ ઠાકરનું તા. ૨૫-૮-૧૮ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. શ્રી વી.બી. ઠાકર સરળ સ્વભાવનાં અત્યંત મિલનસાર અને સુધારાવાદી વિચારસરણીનાં વ્યકિત હતા. રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે આદર્શ શિક્ષકની નામના મેળવેલ હતી. સાથોસાથ યુવાનોમાં રાષ્ટ્રભાવના અને દેશ ભકિત પ્રગટે તે માટે જે-તે વખતે જુદા-જુદા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્ર ભાવના બળવતર બને તે માટે પ્રયત્ન કરતા હતાં. ઇન્દિરા ગાંધીએ આ દેશની અંદર કટોકટી લાદી અને ઇમરજન્સી વખતે જે-તે વખતનાં જનસંઘના આગેવાનો સ્વ. શ્રી બાબુભાઇ ઠાકરનાં માર્ગદર્શન હેઠળ સાપ્તાહિકનું ઘરે-ઘરે વિતરણ કરતા હતાં. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમિતિનાં શાસ્નાધિકારી તરીકે કડક અને શિસ્તના ખુબ આગ્રહી હતા. જે તે વખતે સમિતિના ચેરમેન સહિત સમાજનાં અને રાજકીય આગેવાનો એ તેમની કાર્યશેૈલીની ખુબ જ પ્રશંસા કરેલી હતી.

મૃત્યુ અને જીવનને નજીકથી માણનારા વ્યકિતત્વ વાળા વ્યકિત હતા અને રાજકોટમાં વસતા સમગ્ર સાંચીહર બ્રાહ્મણ સમાજનાં સંગઠન પૈકીના મુખ્ય સંગઠનકાર હતાં. તેમણે તેમનાં જીવન દરમ્યાન મૃત્યુ પછીનાં વિધિ વિધાનોમાં આદર્શ અને ક્રાંતિકારી સુધારા તા. ૨૬-૧૦-૧૪ના રોજ કરેલ હતાં કેમકે, (૧) મૃત્યુ સમયે કપાળમાં નાનો ચાંદલો રાખવો, (ર) શોકમકય વસ્ત્રોને તિલાંજલી આપવી, (૩) દૂર-સ-દૂર રહેતા જ્ઞાતિ જનો, સગા સંબંધીઓ સ્મશાનમાં ન આવે તો ક્ષમ્ય ગણવું. સ્મશાન યાત્રામાં હાજર રહેવાનો દુરાગ્રહ ન રાખવો, (૪) દૂર-દૂર બહાર ગામ રહેતા સગા સંબંધીઓ એ ફકત શોક સંદેશો જ મોકલવો, (પ) ખર ખરા નિમિતે રૂબરૂ આવવાની જરૂરીયાત ન રાખવી, (૬) મરણ પછીની ક્રિયાઓ ઉપર પુર્ણ વિરામ મુકવો અથવા કરવાની જરૂર ઉભી થાય તો કુટુંબના અંગત સભ્યો એ કરવી, (૭) મરણ પછીનાં સર્વે ભોજનોનો એટલે કે પ્રેત ભોજનનો ત્યાગ કરવો અને વધારેમાં વધાર રકતદાન કરવું વિગેરે ક્રાંતિકારી નિર્ણયોથી સમગ્ર સમાજને નવી રાહ ચિંધી છે. સાથોસાથ સ્ત્રી શિક્ષણનાં હિમાયતી અને સ્ત્રીઓ ને પણ સંપુર્ણપણે પુરૂષ સમાનજ દરજજો મળે તે માટે તમામ પુત્રવધુઓ અને દિકરીઓએ તેમને કાંધ આપેલ હતી. તમામ ઘરનાં બહેનો સ્મશાન યાત્રામાં જોડાયેલા હતા. હિન્દુ સમાજનાં સંગઠન માટે તેનાં દિકરાને પોતે કાર સેવામાં મોકલવા માટે રેલ્વે સ્ટેશન મુકવા માટે આવેલ હતા અને સંગઠિત સમાજ વર્તમાન સમયની તાતી જરૂરીયાત હોઇ તેની ઉપર ભાર મુકેલ હતી.

તેમની સ્મશાન યાત્રામાં સમાજનાં પ્રતિષ્ઠિત આગેવાનો સર્વશ્રી નીતીનભાઇ ભારદ્વાજ, રમેશભાઇ રૂપાપરા, કમલેશભાઇ મીરાણી, અનીલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, મુકેશભાઇ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, પ્રતાપસિંહ ચોૈહાણ, પ્રશાંતભાઇ જોષી, નીતીનભાઇ મહેતા, શકિતસિંહ ઝાલા, અશ્વિનભાઇ ગોસાઇ,કિરીટભાઇ પાઠક પીયુષભાઇ શાહ,ડો. ભીમાણી, નેહલભાઇ શુકલ, મેહુલભાઇ રૂપાણી, રુપાબેન શીલુ, નીકેશભાઇ શાહ, ધીરેનભાઇ પંડયા, જયેશભાઇ સંઘાણી, હરદેવસિંહ જાડેજા, લીલાભાઇ કડછા, ભીમાભાઇ મેર, અરજણભાઇ કેશવાલા, વિજયભાઇ નીમાવત, ડો. દેસાણી, કલાધરભાઇ આર્ય, સોની, ખેર, ડો. જયેશભાઇ ઠાકર, અશોકભાઇ કણજારીયા, સહિતના અનેક લબ્ધ પ્રતિષ્ઠિત લોકો જોડાયેલા હતાં.

સ્વ. વસંતભાઇ ઠાકરનાં સુધારાવાદી વિચારધારા ને જીવનમાં ઉતારી આગળ વધારવા કુટુંબજનો સર્વશ્રી મંજુલાબેન ઠાકર, વિરેન્દ્રભાઇ ઠાકર, નીમીષાબેન ઠાકર, ભરતભાઇ ઠાકર, મીનાક્ષીબેન ઠાકર, પરેશભાઇ ઠાકર(એડવોકેટ-ભાજપ), સોનલબેન ઠાકર, મોહિતભાઇ ઠાકર તથા કશયપભાઇ ઠાકર (યુવા એડવોકેટ), પાર્થ, પ્રિતેષ, પાર્શ્વ, માલતીબેન ભરતાઇ જોષી, આર્ચી, અમૃતા તેજસભાઇ ઠાકર, બંસીબેન દીક્ષીતભાઇ પંડયા, હીરલબેન જોષી એ કમર કસી છે.

સદ્દગત વસંતલાલ બી. ઠાકરનું બેસણું તા. ૩૦-૮-૨૦૧૮ને ગુરૂવારનાં રોજ નુતન નગર કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ કલાકે રાખેલ છે.

(3:54 pm IST)