Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

ન્યુ રાજકોટના સામાકંઠાના વિસ્તારોમાં પ૩ દુકાન ધારકો દંડાફાઃ ૯ કિલો પ્લાસ્ટિક જપ્તઃ ૧પ હજારનો દંડઃ

 રાજકોટઃ ''સ્વચ્છ ભારત મિશન'' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી કોઇપણ ઝાડાઇના પાન માવા પ્લાસ્ટીક સંગ્રહ, વેચાણ, વપરાશ પર સંપુર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. જે અનોથ પાન માવા પ્લાસ્ટીક વાપરવા સામે પ્રતિબંધ હોવા છતા વેસ્ટ ઝોન ખાતે આજ રોજ પાન માવા પ્લાસ્ટીક જપ્તીકરણની કામગીરી મુખ્યત્વે સંતકબીર, પેડક રોડ, ગોકુલ નગર મે. રોડ, લાખનાબંગ્લા રોડ, નાનામવા રોડ, પુષ્કરધામ મે. રોડ, કાલાવડ રોડ વિસ્તારમાં ચકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેનાં ૩૨ ૧૦ હજાર વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. આ કામગીરી મ્યુનિ. કમિશ્મર બંછાનિધી પાનના નાયબ કમિશ્નર જાડેજાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની દેખરેખમાં ટીમો મારફત મદદનીશ ઇજનેર રાકેશ શાહની હાજરીમાં વેસ્ટ ઝોન એસ.આઇ. પીયુષ ચૌહાણ, કેતન લખતરીયા, મૌલેષ વ્યાસ, સંજય દવે, મનોજ વાધેલા તથા એસ.એસ.આઇ મયુર પરનાલીયા,  સંજય ચાવડા, ભાવેશ ઉપાધ્યાય, વિશાલભાઇ, ગૌતમભાઇ મયુરભાઇ, નીલેશભાઇ, વિમલભાઇ, નીતીનભાઇ ભાવનાબેન ગોસાઇ તથા પુર્વ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી જીજ્ઞેશ વાધેલા, વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ.આઇ. ડી.કે. સીંધવ, ડી.એચ. ચાવડા, પ્રફુલ ત્રીવેદી, એન. એમ. જાદવ તથા વોર્ડના એસ.એસ.આઇ પ્રભાત બાલાસરા, પ્રશાંત વ્યાસ, એચ.એન. ગોહિલ, બી.જે. સોલંકી, પી.એમ. રાણાવસીયા તથા ભરત ટાંક દ્વારા કરવામાં આવેલ હતી.(૨૨.૧૧)

(3:48 pm IST)