Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

હરસુખભાઇ સંઘાણીને શબ્દ વંદના

ધુંઆધાર-અભ્યાસુ પત્રકાર-તંત્રીની આજે પુણ્યતિથિ : ૨૩ વર્ષ ફુલછાબના તંત્રી પદે રહીને સોૈરાષ્ટ્રનો અવાજ બુલંદ કર્યોં

ગુજરાતની ગરિમાને આકાશી બુલંદી બક્ષી શકે તેવા મહાગુજરાતીઓમાં જેમની ગણના અવશ્ય થાય છે, તેવા અખબારી આલમના જાગૃત પ્રહરી અને સંન્નિષ્ઠ તંત્રી સ્વ. શ્રી હરસુખભાઇ સંઘાણીની વિદાય વસમી હતી. આજે પુણ્યતિથિએ તેઓને શાબ્દિક વંદના કરીએ.

સમસ્ત ગુજરાતના લાખ્ખો માનવીઓના મસ્તિષ્કમાં સ્વ. શ્રી હરસુખભાઇના જવલંત અતિતિના સંભારણા યથાવત રહયા છે, લાખ્ખો ગુજરાતીનઓના હદયમાં એમની સ્મૃતિ ધરબાયેલી છે.. એમની યાદ ધબકારાઓમાં ધબકી રહી છે.

ગુજરાતમાં એવું કોઇ અખબાર નથી જેણે સ્વ. હરસુખભાઇ સંઘાણીની કલમને બિરદાવી ન હોય... એવી કોઇ સામાજીક સંસ્થા નથી જે સ્વ. હરસુખભાઇની સેવા-નિષ્ઠાથી પરિચિત ન હોય... એવા કોઇ લેખક-પત્રકાર-કવિ કે અખબાર નવેષ નથી જેમણે સ્વ. હરસુખભાઇની કલમ-કટારમાં છૂપાયેલી શકિતને પિછાણી ન હોય... કે પછી એવો કોઇ વાચક પણ કદાચ નહીં હોય જેણે એમના તંત્રીલેખો, કોલમનો અન્ય હેતુમય લખાણનો આસ્વાદ માણ્યો નહી હોય!

આમાં અતિશકયોકિત નથી પણ એક સાચા ગુજરાતીની શકિતનો સાચુકલો માપદંડ છે.

સોૈરાષ્ટ્રના અર્થકારણ બાબત તેમની જાણકારી, ઉંડી સુઝ અને તલસ્પર્શી જ્ઞાન સાથે સાથે પત્રકારત્વ ક્ષેત્રે આપેલા અનન્ય પ્રદાન થકી તેઓએ એ પ્રશંસનિય કાર્ય-સેવા કરી હતી જે નિર્વીવાદ છે.

ત્યારબાદ ૧૯૬૧ થી શ્રી હરસુખભાઇ 'ફુલછાબ'માં વિવિધ જવાબદારીઓ સંભાળી, ૧૯૭૧માં મદદનીશ તંત્રી બન્યા અને ૧૯૭૫માં સ્વ. હિંમતભાઇ પારેખના અનુગામી તરીકે તેમની પસંદગી થઇ. ૧૯૭૫ના આરંભે શ્રી હરસુખભાઇ સંઘાણી 'ફુલછાબ'ના તંત્રી થયા અને તેમણે એમની તાકાતને વિરતાનો પરચો દેખાડતા ગુજરાત હાઇકોર્ટમાં દેશમાં લદાયેલી કટોકટી એન સેન્સરશી, સામે ઝુંબેશ ઉપાડી. એમણે 'ફુલછાબ'નું સુકાન સફળતાપુર્વક ૨૩ વર્ષ સંભાળ્યું. તંત્રીપદના સ્થાનને માન-મરતબો ને ગરિમા અપાવી.

૫૦ વર્ષની દિર્ધકાલિન પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન લખાયેલા તેમના હજજારો તંત્રી લેખ અને અન્ય કટારોને પણ 'માઇલ સ્ટોન' ગણવામાં આવે છે.

શ્રી હરસુખભાઇ સંઘાણી રાજકોટ સ્થિત શ્રી સત્ય સાંઇ હોસ્પિટલ, સવાણી કિડની હોસ્પિટલ અને રાજકોટ જિલ્લા સહકારી સંઘ સાથે સતત સંકળાયેલા રહેતા અને સંસ્થાઓની સેવાકિય પ્રવૃતિઓમાં મોખરે રહેતાં.

રાજકોટમાં વર્ષો પૂરાણા કોર્પોરેશન સંચાલિત 'અંતિમ ધામ'નું નવિનીકરણ કરવામાં એમણે 'ફુલછાબ' અખબારના માધ્યમ વડે સક્રિય અગ્રેસર રહી ઉપરોકત પુર્ણ કયુંર્. સ્વામી સચ્ચિદાનંદજી કહે છે,

જે ક્રિયા કરવાથી શકિત ઉત્પન્ન થતી હોય તો તે સાધના છે. શકિતના પાંચ ક્ષેત્રો છે. જેમાં જનશકિત, ધનશકિત, શસ્ત્રશકિત, યંત્રશકિત અને કલમ શકિતનો સમાવેશ થાય છે. આ બધામાં કલમશકિત સૌથી વધુ પ્રબળ છે. સુપર શકિત છે. પણ જો તેનો ઉપયોગ રાષ્ટ્રના અને સમાજના હિતમાં થતો હોય તો... સ્વ. હરસુખભાઇ સંઘાણીએ પોતાની કલમશકિતનો આવો સદ્ઉપયોગ કરી જાણ્યો હતો. તેઓએ પત્રકારત્વના આદર્શો જાળવી રાખ્યા હતાં. પીળા પત્રકારત્વની દૂષિત કળાથી તેમણે 'ફુલછાબ' ને અળગું રાખ્યું હતું. 'ફુલછાબ' નું જ નહીં, સૌરાષ્ટ્રની લોકજાગૃતિનું ઘડતર જેમના દ્વારા થયું એવા આજીવન પત્રકાર સ્વ. હરસુખભાઇ સંઘાણીને જેટલી અંજલિ અર્પીએ, નમસ્કાર કરીએ એટલા ઓછા છે. (૧.૨૪)

(3:38 pm IST)