Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

નવાગામ પાસે 'હિટ એન્ડ રન': દિવેલીયાપરાના કાળુભાઇ લખતરીયાનું મોત

રાજકોટઃ રક્ષાબંધનના પવિત્ર તહેવારની આગલા દિવસે નવાગામ દિવેલીયાપરાના પ્રોૈઢનું 'હિટ એન્ડ રન'ના બનાવમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

નવાગામ દિવેલીયાપરામાં રહેતાં કાળુભાઇ લખતરીયા (ઉ.૫૫) શનિવારે નવાગામના બેડી માલિયાસણ બાયપાસ પર પોતાનું બાઇક જીજે૩એચજે-૪૦૨૧ હંકારીને જતાં હતાં ત્યારે અજાણ્યો ફોરવ્હીલરનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં કાળુભાઇ ફંગોળાઇ જતાં માથા અને શરીરે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકીએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પુત્ર રાજુભાઇ લખતરીયાની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)