Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પાટીદાર સમાજના લગ્ન ઇચ્છુક યુવાનો માટે અન્ય રાજયના કુર્મી સમુદાયમાં બેટી વ્યવહાર ચાલુ કરવા સૂચન

ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં પ્રસ્તાવઃ રાજનીતીમાં ટીકીટ માટેની દાવેદારીને પણ અનુમોદનઃ સંસ્થાના પારદર્શક વહીવટની પ્રસંશા

રાજકોટ તા. ર૭`: ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની વાર્ષિક સાધારણ સભા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મળી હતી. જેમાં સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ તથા સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. સંસ્થાના ખજાનચી ગોરધનભાઇ કણસાગરાએ વાર્ષિક હિસાબો રજુ કરતા ઉપસ્થિત તમામ આગેવાનો તથા સભ્યશ્રીઓએ અનુમોદન આપી સંસ્થાના પારદર્શક વહીવટને બિરદાવવામાં આવેલ.

આ સાધારણ સભામાં સમાજના પાટીદાર ભામાશા જીવનભાઇ ગોવાણી, વલ્લભભાઇ વડાલીયા, પ્રવિણભાઇ ગરાળા, કે. બી. વાછાણી, પરસોતમભાઇ ફળદુ, ધીરૃભાઇ ડઢાણીયા, ગૌતમભાઇ ધમસાણીયા, હરીભાઇ કણસાગરા, રમેશભાઇ સોરઠીયા, વિજયભાઇ માકડીયા, વિનુભાઇ વેકરીયા, રતીફભાઇ ભલાણી, અશોકભાઇ પટેલ, કાંતિભાઇ જાવિયા, અશોકભાઇ વૈશ્નાણી, જીગ્નેશભાઇ કાલાવડીયા, રમેશભાઇ ઘોડાસરા, સુભાષભાઇ કાલાવડીયા, અશ્વિનભાઇ ભુવા, ગોપાલભાઇ કણસાગરા, જેઅ.મે. પનારા વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવેલ. સંસ્થાના ઉપ પ્રમુખ હરેશભાઇ કલોલાએ સ્વાગત કરી સૌને આવકાર્યા હતા.

અશોકભાઇ વી. દલસાણીયાનો રાજનીતિમાં પ્રવેશના પ્રસ્તાવને ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ અનુમોદન આપેલ હતું. સૌરાષ્ટ્રમાં દિકરીઓની અછતને લીધે ઉભી થયેલ સમસ્યાઓના નિવારણ માટે લગ્ન ઇચ્છુક યુવાનો માટે અન્ય રાજયમાં રહેતા કુર્મી સમુદાય સાથે બેટી વ્યવહાર ચાલુ કરવા આગળના આયોજનનો હાથ ઉપર લેવા બાબતે સર્વેએ સહયોગ આપવા જણાવેલ.

સાધારણ સભાને સંબોધતા કે. બી. વાછાણીએ સમાજની એકતા પર ભાર મુકી યુવાનોને સંગઠિત થવા આહવાન કરેલ. પ્રવિણભાઇ ગરાળાએ તમામ સંસ્થાઓ પરસ્પર પૂરક બની કામગીરી કરે તેવી મહેચ્છા વ્યકત કરી હતી. ગૌતમભાઇ ધમસાણીયાએ સંસ્થાની પ્રવૃતિ અને પારદર્શક વહીવટની પ્રશંસા કરી હતી.

સમાજના યુવા અગ્રણી જીગ્નેશભાઇ કમાલાવડીયાએ પોતાના ઉદ્દબોધનમાં અશોકભાઇ દલસાણીયાની રાજનૈતિક પ્રસ્તાવને આવકારી સમાજની જરૃરીયાત હોવાનું જણાવી તેમની દાવેદારીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. સભાના અધ્યક્ષ જીવનભાઇ ગોવાણીએ આર્ષીવચન પાઠવેલ હતા. ભોજન પ્રસાદના દાતા તરીકે પ્રવિણભાઇ ગરાળા તથા કે. બી. વાછાણીએ સહયોગ આપેલ જેને સર્વેએ તાલીઓના ગળગળાટથી વધાવેલ.

કાર્યક્રમનું સંચાલન પ્રો. જે. એમ. પનારા તથા સી. એન. જાવિયાએ કરેલ હતું. આભારવિધિ સી. એન. જાવિયા એ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સુરેશભાઇ વડાલીયા-મંત્રી, હરેશભાઇ કલોલા-ઉપપ્રમુખ, ગોરધનભાઇ કણસાગરા-ખજાનચી તથા ટ્રસ્ટીઓ મનસુખભાઇ ભાલોડીયા, મહેશભાઇ ભુવા, પ્રવિણભાઇ જીવાણી, ચંદુભાઇ કાલાવડીયા, અરવિંદભાઇ જીવાણી, તથા આમંત્રિત ટ્રસ્ટીઓ રાજુભાઇ મણવર, હિમાંશુ વડાલીયા, પિયુષ સીતાપરા, રમેશભાઇ કણસાગરા, યોગેશ કાલરીયા, કનક મેંદપરા તથા કારોબારી સભ્યશ્રીઓ નટુભાઇ મકવાણા, ધવલ વડાલીયા, જી. સી. પટેલ, સન્ની ખાંટ, જેન્તિભાઇ મારડીયા, પારસ માકડીયા, રેનિશ શોભાણા, હસમુખ કાનાણી, મનસુખ ભેંસદડીયા, મગન ખીરસરીયા, કેતન ભુત, મગનભાઇ ખીસરીયા, પ્રકાશ ઘેટીયા, આકાશ બકોરી, રસિક દલસાણીયા, કે. પી. પબારી, નાગજીભાઇ ડઢાણીયા, જીગ્નેશ વિરોજા, સંજય ખીરસરીયા, અતુલ ધીંગાણી, ભગવાનજીભાઇ કાનાણી, જેન્તિભાઇ આલોન્દ્રા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:25 pm IST)