Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

શશી અજવાસુ ટ્રસ્‍ટ દ્વારા સ્‍કુલબેગ-ચોપડાનું વિતરણ

શશી અજવાસુ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા દતક લેવાયેલ ડો. હેડગેવાર પ્રાથમિક શાળા નં. ૭૪ ખાતે કન્‍યાકેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ યોજવામાં આવ્‍યો હતો. દરેક વિદ્યાર્થીઓને ૭ ચોપડા અને બાળકોને વોટરબેગનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન સંગીતાબેન છાંયા, સભ્‍ય ધૈર્યભાઇ મનીષભાઇ પારેખ, શહેર ભાજપ મંત્રી દીપાબેન કાચા, મીહીરભાઇ દેવીદાસભાઇ, શશી અજવાસુ ચેરીટેબલ ટ્રસ્‍ટના મુખ્‍ય પ્રણેતા શ્રી ઉર્મલાબેન તિવેદી, ટ્રસ્‍ટના પ્રમુખ પિયુષભાઇ એસ. ત્રિવેદી, ખજાનચી જેન્‍તીભાઇ ચાવડા, અલ્‍પાબેન પી. ત્રિવેદી, ચિંતનભાઇ દવે, પિયુષભાઇ એમ. દવે, દેવાંગીબેન પી. દવે, વિપુલભાઇ ડી. જાની, શ્રધ્‍ધાબેન વી. જાની, ધવલભાઇ એસ. દવે, દિવ્‍યમ પી. દવે, તીર્થ પી. ત્રિવેદી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા નં. ૭૪ ના આચાર્યશ્રી દર્શનાબેન જાની તથા સ્‍કુલના સ્‍ટાફમિત્રોએ જહેમત ઉઠાવી હતી. 

(1:42 pm IST)