Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મીસાવાસી જીતુભાઇ શાહનું શહેર ભાજપ દ્વારા સન્‍માન

રાજકોટ : કટોકટી દિવસ અંતર્ગત કટોકટી સમયના ‘મીસા' કાયદાના પીડિતોને સન્‍માનવાના ભાગરૂપે શહેર ભાજપ દ્વારા મીસાવાસીઓનું ઘરે જઇ સન્‍માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા શહેરના પૂર્વ પ્રમુખ, મીસાવાસી તેમજ જનસંઘના અગ્રણી જીતુભાઇ શાહનું સન્‍માન કરી ભાવવંદના કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશ હુંબલ તેમજ વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ રજનીભાઇ ગોલ તેમજ સ્‍થાનીક અગ્રણીઓ અને પરીવારજનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(1:40 pm IST)