Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ફાયર સેફટી અંગે આજે વધુ ૧૬ કલાસીઝ બંધ કરાવવા ર૧ હોસ્પિટલોમાં ચેકીંગ : સેન્શીસ હોસ્પીટલમાં સાધનો ન હતાં

રાજકોટ : સુરત આગ દૂર્ઘટના બાદ મ્યુ. કોર્પોરેશન  દ્વારા ફાયર સેેફટી સાધનોની ચેકીંગ ઝુંબેશ આજે પણ ચાલુઃ બાયોડ્રેમ ટયુશન, ધ ઇન્ટરનેશનલ સ્ટડીઝ, સિઝન ઇન્સ્ટીટયુટ, શ્રી એકેડમી, આઇ.ટી.સી. એકેડેમી, જીનિયસ એજયુકેશન, એકસપર્ટ ટયુટોરીયલ, રામાણી ઇન્સ્ટીટયુટ, પ્રો. એકટીવ એકેડમી, સાર્થક એકેડેમી, નચિકેતા એકેડમી, મેટ્રીક એકેડમી સહિત ૧૬ ટયુશન કલાસીઝમાં ફાયર સેફટી સાધનો નહીં હોાવથી તમામને બંધ કરાવાયા.

આજે વધુ ર૧ હોસ્પીટલોમાં પણ ચેકીંગ કરાયેલા જેમાં એક માત્ર સેન્સીસ હોસ્પીટલ (સરદારનગર મેઇન રોડ) માં ફાયર સેફટી સાધનો નહીં હોાવનું જોવા મળેલ : ઓસ્ટ્રોન ચોકની કણસાગરા હોસ્પીટલમાં ટયુશન કલાસ ચાલુ હોવાનું જોવા મળેલ : આજે તા. ર૭ ના રોજ ફાયર બ્રીગેડની પાંચ ટુકડીઓએ કરેલ ચેકિંગની વિગતો જાહેર કરતા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની

(4:17 pm IST)