Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

INIFD ની વિદ્યાર્થીનીઓ દ્વારા યોજાયો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફેશન શો

રાજકોટઃ ભારત સહિત વિશ્વમાં ૧૦૦ થી વધુ શાખાઓ ધરાવતી આંતરરષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ડિઝાઇન-INIFD  રાજકોટ દ્વારા સંસ્થામાં અભ્યાસ કરતા અને તાલીમ લેતા વિદ્યાર્થીઓની ટેલેન્ટને બહાર લાવવા અને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક ફેશન શો યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ અલભ્ય આઇડિયા સાથે ૧૬૦ થી વધુ ગારમેન્ટસ રજુ કરેલ.આંતરરાષ્ટ્રીય મોડલ્સ અને રાજકોટમાંથી પસંદ કરાયેલા ૭૦ વધુ બાળકોએ આ વસ્ત્રો રજુ કર્યા હતા સાથે સાથે એન્ટિક કહી શકાય તેવા વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરી બનાવેલા વેસ્ટમાંથી બેસ્ટ ફર્નિચરનું પ્રદર્શન પણ યોજાયું હતું. રાજકોટ INIFD ના સેન્ટર હેડ નૌશિકભાઇ પટેલે જણાવ્યા મુજબINIFD  રાજકોટના વિદ્યાર્થીનીઓએ છેલ્લા ૬ મહિનાથી વિવિધ થીમ બેઇઝડ ગારમેન્ટ જાતે ડિઝાઇન કર્યા હતા જેમાં આ વખતે ખાસ ''હન્ટર એન્ડ હન્ટેડ'' એટલે કે શિકાર અને શિકારીની થીમ, ''લુનાર ફેસીસ'' જેમાં અમાસથી લઇ પુનમ સુધીના ચંદ્રને દર્શાવતા ગારમેન્ટસની થીમ, પતંગિયાઓનો કલરની ''બટર ફલાઇ'' થીમ, બાળકોની રમત પરથી ''લેગોસ પોપાર્ટ'' થીમ ''ઇમોટલ ઓફ મેલોહા'' પુસ્તક પરથી બનાવેલ ગારમેન્ટસની અનોખી થીમ વગેરે ક્રિએટીવ ગારમેન્ટસ ધ્યાનાકર્ષક રહી હતી. જયારે બાળકોના ગારમેન્ટસમાં આઇસ્ક્રીમના કલર અને આકારવાળી ''આઇસ્ક્રિમ થીમ'',રેસીંગ કાર પરથી ''રેસર મેનિયા'' થીમ, ''રોક એન્ડ રોલ'' થીમ રજુ કરાઇ હતી. વધુમાં સૌપ્રથમ વખત INIFD  દ્વારા રાજકોટના પ થી ૧પ વર્ષસુધીના ૩૦૦ બાળકોમાંથી પસંદ કરેલા ૭૦ બાળકો વિદ્યાર્થીઓએ બનાવેલા ડિઝાઇનર ગારમેન્ટસ પહેરી રેમ્પ વોક કર્યું અને તેની વચ્ચે મોડેલિંગ સ્પર્ધા પણ યોજાઇ હતી. સાથો સાથ બેસ્ટ ફેશન ડિઝાઇનર અને બેસ્ટ ઈન્ટીરિયર ડિઝાઇનરના એવોર્ડથી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા. આ વખતે ખાસ રાજકોટના વિવિધ ક્ષેત્રના સ્ટાઇલિસ્ટ પર્સનાલીટીઓ નલીનભાઇ ઝવેરી (એજ્યુકેશના લિસ્ટ, સોશ્યાલિસ્ટ), મૌતિક ત્રિવેદી (આર્કિટેકટ), આર.જે.ઇશિતા (રેડીયો જોકી) ડો. જય ધિરવાણી (તબીબ) અને વિરલ સીલહર (ઇન્ટીરીયર ડિઝાઇનર)ને સ્ટાઇલ આઇકોન એવોર્ડ આપી INIFD એ સન્માીત કર્યા હતા.

(3:52 pm IST)