Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ધમકી આપી કલોઝર ચાર્જની લાખોની રકમ મેળવતા ડી.એચ.એફ.એલ. વિરૂધ્ધ અરજી

રાજકોટના પોલીસ કમિશ્નરને ગુનો નોંધવા અરજી થતાં તપાસનો આદેશ

રાજકોટ તા. ર૭: અત્રેના જયમીન કે. ડોબરીયા (પટેલ) તથા તેઓના પરીવારના સભ્યોએ (દિવાન હાઉસીંગ ફાઇનાન્સ લી.) ડી. એચ. એફ. એલ. કોર્પો. લી.ના એરીયા મેનેજર મોહીતભાઇ ભાણવડીયા ડી.એચ.એફ.એલ. કોર્પો. લી.ના ઓથોરાઇઝ ઓફીસર આશીષભાઇ વાછાણી પાસેથી રકમ રૂ. ૧,૩૧,રર,૧૭૦/- પુરા ૧પ વર્ષ માટે એજન્ટ રસેષભાઇ કડેચા મારફત લોન લીધેલી.

લોન લેતી સમય ડી.એચ.એફ.એલ. કોર્પોરેશન લી. (દિવાન હાઉસીંગ ફાઇનાન્સ લી.)ના અધીકૃત જવાબદાર અધીકારીએ લેખીતમાં તેમજ મૌખીકમાં ખાત્રી, વચન, વિશ્વાસ આપેલ હતી કે જયારે પણ ચાલુ લોનની બાકી રહેતી રકમ ભરપાઇ કરી આપશો તો ફોર કલોઝર ચાર્જ ભરવો નહીં પડે તેમજ નેશનલ હાઉસીંગ બેન્કના નિયમ મુજબ ચાલુ ટર્મ લોનમાં લોન ભરપાઇ કરી આપે તો ફોર કલોઝર ચાર્જ વસુલી શકાશે નહીં.

આવી રીતે લેખીતમાં ખાત્રી આપેલ હોવા છતા જયમીન કે. ડોબરીયા (પટેલ) એ રૂ. ૧,૩૧,રર,૧૭૦/- પુરાની ટલર્મ લોન ચાલુ લોનમાં રકમ ભરપાઇ કરી આપવા જણાવેલ તો તે સમયે ડી.એચ.એફ.એલ. કોર્પોરેશન લી. એ ફોર કલોઝર ચાર્જની રકમ ભરવા દબાણ કરેલ અને ફરીયાદીને લેખીતમાં આપેલ વચન, વિશ્વાસનો ભંગ કરીને વિશ્વાસઘાત કરીને ખોટી રીતે ધાક-ધમકી આપીને ફોર કલોઝર ચાર્જની રકમ રૂ. ૭,૮૪,૭૮૬/- પુરા મેળવેલ હતા. જેથી ફરીયાદી જયમીનભાઇ કે. ડોબરીયા (પટેલ) એડી. એચ.એફ.એલ. કોર્પોરેશન લી. વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ ૪૦૬, ૪ર૦, પ૦૪, પ૦૬(ર) તથા ૧ર૦ (બી) મુજબ રાજકોટના પોલીસ કમિશ્નર કચેરીમાં ફરીયાદ ગુજારીને ગુનો નોંધવા રજુઆત કરવામાં આવેલ છે. જેમાં તપાસ આદેશ કરેલ છે. ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડયા તથા મનિષ એચ. પંડયા તથા ઇરશાદ શેરસીયા રોકાયેલ છે.

(3:45 pm IST)