Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કોઠારીયા રોડ હુડકોમાં તમન્ના બ્યુટી પાર્લરમાં આગ લગાડનારા હિરેન જાદવની શોધખોળ

રાજકોટ તા. ૨૭:  હરિધવા રોડ પર ભવનાથ પાર્ક-૧પ માં રહેતી અને કોઠારીયા રોડ અરવિંદભાઇ મણીયાર કવાર્ટર શેરી નં. ૧૮ મા  તમન્ના બ્યૂટી પાર્લર ચલાવવાની સાથે સિલાઇ કામ પણ કરતી હિરલબેન લાલજીભાઇ સાકરીયા (ઉ.૧૯) નામની કોળી યુવતીની દુકાનનું શટર ઉંચકી અંદર પેટ્રોલ છાંટી આગ લગાડી ૧પ હજારનું નુકસાન કરવામાં આવતા ભકિતનગર પોલીસમાં ફરીયાદ થઇ છે. પોલીસે આ ગુનો આચરનારા હિરેન જાદવ નામના શખ્સની શોધખોળ આદરી છે.

હિરલબેને ભકિતનગર પોલીસને જાણ કરતાં પોલીસે આઇપીસી ૪૩૬ મુજબ ગુનો નોંધ્યો છે. હિરલબેનના કહેવા મુજબ તેણીને દુકાન માલિક અંસારીભાઇ જાકરીયા મારફત જાણવા મળ્યું હતું કે આગ હિરેન રાજુભાઇ જાદવ ( રહે. અરવિંદભાઇ મણીયાર કવાર્ટર શેરી નં. ૧૮) એ લગાડી હોવાન છે.  અગાઉ હિરેન સાથે માથાકુટ થઇ હોઇ ખાર રાખી તેણે આગ લગાડી હોવાનું જણાવાતાં પીએસઆઇ એ.જે. લાઠીયાએ ફરીયાદ હિરેનની શોધખોળ શરૂ કરી છે.

(3:44 pm IST)