Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પતિને ધમકી આપવા અંગે પત્નિ સહિતના સાસરીયાનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ર૭: પતિને ધમકી આપી આપઘાતની કોશિષ કરવા મજબુર કરવાના કેસમાં પત્નિ સહિતના સાસરીયાઓને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

અહીંના સંતકબીર રોડ પર આવેલ આર્યનગરમાં રહેતી પરણીતા કીરણબેનના લગ્ન રાજકોટ ખાતેજ હરીધવા રોડ ઉપર આવેલ વીક્રાંતી સોસાયટી શેરી નં. ૪ માં રહેતા જયેશભાઇ નાગજીભાઇ વાસાણી નામના યુવક સાથે તાજેતરમાં સને ર૦૧૭ની સાલમાં થયેલ હતા અને આમ લગ્ન કરી પરણીતા સાસરે રહેવા ગયેલ હતી.

ત્યારબાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણીતા પોતાના પીયરમાં પરત ફરેલ હતી અને તેણે પોતાના પતી અને સાસરાના સભ્યો સામે ડોમેસ્ટીક વાયલેંન્સ એકટ તળેની ફરીયાદ તથા આઇ.પી.સી.ની કલમ ૪૯૮ (ક) વી. મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી આમ પરણીતાએ સાસરાના સભ્યો સામે એકથી વધારે ફરીયાદો કરી આપતા પતિને લાગી આવેલ. અને આ કારણે પતિ જયેશે તા. ૩૦-૬-૧૮ના રોજ ઘઉંમા નાખવાની ૧૦ થી વધારે અતી ઝેરી ગોળીઓ ખાઇ અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ જેથી તેને તાત્કાલીક સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ અને એકઝીકટીવ મેજીસ્ટ્રેટ રાજકોટ મારફતે તેનું મરણમુખ નીવેદન નોંધવામાં આવેલ હતું અને પતિએ મોત વાલું કરવાનો પ્રયત્ન કરતા ભકતીનગર પોલીસના જવાબદાર પોલીસ અધિકારીએ પતિની હોસ્પીટલમાં જઇ ફરીયાદ નોંધતા પતિ એ પોતાના પત્નિ કીરણબેન સસરા ઘોઘાભાઇ સાળા વિપુલભાઇલ સાળાના પત્નિ હેતલબેન સાસુ દિવાળીબહેન ઉપરાંત નીમુબેન ભરતભાઇ ગણેશભાઇ ભીમજીભાઇ જગદીશભાઇ ધરમશીભાઇ સહીત સાસરાના કુલ ૯ સભ્યો સામે ફરીયાદ નોંધાવેલ આમ આ પ્રકારની ફરીયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓની અટક કરી અને પુરતા પુરાવા મળતા અદાલતમાં આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

આ કેસ દલીલ પર આવતાં શ્રી અંતાણી એ વિગતવાર દલીલો રજુ કરેલ અને આ તમામ દલીલોથી સહમત થઇ રાજકોટની અદાલતે પત્ની સહીતના તમામ સાસરાના સભ્યોની સામે થયેલ ફોજદારી કેસ ના સાબીત માની તમામને નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ છે. જેથી સાસરાઓએ રાહતનો દમ લીધેલ છે.

ઉપરોકત કેસમાં તમામ આરોપીઓ વતી રાજકોટ જાણીતા એડવોકેટ શ્રી સંદીપ કે. અંતાણી, તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(3:44 pm IST)