Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મિત્રને મિત્રએ આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતરનો હુકમ

રાજકોટ તા. ર૭ :.. મિત્રતાના સબંધના દાવે હાથઉછીની આપેલ રકમ પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા આરોપીને અદાલતે એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. તેમજ એક માસની અંદર ફરીયાદીને રકમ રૂ. ર,પ૦,૦૦૦ ચુકવવા તેમજ ન ચુકવે તો વધુ ૬ માસની સજા કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે રાજકોટના રહેવાસી પ્રેમજીભાઇ પોપટભાઇ ટાંકએ તેમના મિત્ર પ્રણવભાઇ ભરતભાઇ ત્રિવેદીને મીત્રતાના સબંધે રૂ. ર,પ૦,૦૦૦ હાથઉછીનો આપેલ અને તે રકમ પરત ચુકવવા આરોપીએ ફરીયાદીને તેની બેંકનો  રૂ. ર,પ૦,૦૦૦ નો ચેક આપેલ, જે ચેક બેંકમાંથી અપુરતા ભંડોળના કારણે પરત ફરતા પ્રેમજીભાઇએ તેમના વકીલ શ્રી મારફત  કાયદેસરની નોટીસ આપેલ. જે નોટીશનો આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં કે તેમની રકમ પરત પણ કરેલ નહીં અને ફરીયાદીની રકમ આરોપી ઓળવી ગયેલ હોય જેથી પ્રેમજીભાઇ ટાંકએ રાજકોટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ દાખલ થતા કોર્ટે આરોપીને કોર્ટમાં હાજર થવાનો હુકમ કરેલ. આરોપી કોર્ટમાં હાજર થતા તેમણે પોતાનો ગુનો કબુલ રાખેલ નહીં અને કેસ કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ હતી.

આ કેસમાં  ફરીયાદી  તરફે જાતે સોગંદપર જુબાની આપી તેની  ફરીયાદને સમર્થન આપવા અનેક દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવેલ અને તેને સફળતા પૂર્વક કોર્ટમાં પુરવાર પણ કરવામાં આવેલ. આરોપી તરફેની કોઇ જ દલીલ કે રજૂઆતોને કોર્ટે અમાન્ય ઠરાવેલ. સમગ્ર કેસ કાર્યવાહીના અંતે ફરીયાદીના વકીલ શ્રીએ કેસને સમર્થનમાં સચોટ દલીલ કરેલ, અને સર્વોચ્ચ અદાલત તેમજ વડી અદાલતોના ચુકાદાઓ ટાંકી સફળતા પૂર્વક પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબીત કરેલ. આમ, ફરીયાદીએ પોતાનો કેસ સફળતા પૂર્વક સાબીત કરતા જ્જ શ્રી આર. એસ. રાજપૂત સાહેબે આરોપીને એક વર્ષની સજા તેમજ એક માસમાં આરોપીએ ફરીયાદીની લેણી રકમ રૂ. ર,પ૦,૦૦૦ ચુકવવા અને જો તે રકમ ન ચૂકવે તો વધુ ૬ માસની સજા કરતો હુકમ ફરમાવેલ છે.

 આ મહત્વના ચુકાદામાં ફરીયાદી પ્રેમજીભાઇ ટાંક તરફે રાજકોટના વિદ્વાન વકીલ શ્રી પિયુષ જે. કારીયા, પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત ડી. લિંબાસીયા, સચીન એમ. તેરૈયા તથા કેવલ જે. પુરોહીત રોકાયેલ હતાં.

(3:41 pm IST)