Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બ્રાયન ઇન્ટરનેશનલના ભાગીદારોની વિરૂધ્ધમાં કોર્ટમાં થયેલ ફરિયાદ

રૂ.છ લાખ ૧૩ હજારનો ચેક રિટર્ન થવા અંગે...

રાજકોટ તા.૨૭: અમદાવાદ હાઇવે પર કુવાડવા જી.આઇ.ડી.સી.માં આવેલ બ્રાયન ઇન્ટરનેશનલના ભાગીદારો જયેશભાઇ વસોયા તથા રજનીભાઇ વસોયા વિરૂધ્ધ રાજકોટમા બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એસ.ડી.એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતી પેઢીના ભાગીદાર જયેશભાઇ આટકોટીયાએ રાજકોટની અદાલતમાં આરોપીઓએ માલ પેટે આપેલ રકમ રૂ.૬,૧૩,૯૪૬નો ચેક રીટર્ન થતા ફરીયાદ દાખલ કરતા રાજકોટના મહે. એડી.ચીફ જયુડી. મેજી.એ બ્રાયન ઇન્ટરનેશનલ તથા તેના બંને ભાગીદારો વિરૂધ્ધ અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ શહેરમા બાલાવી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એસ.ડી. એન્ટરપ્રાઇઝના નામે સી.આઇ. સ્ક્રેપના ટ્રેડીંગનો ધંધો કરતી ભાગીદારી પેઢીના ભાગીદાર ફરીયાદી જયેશ વલ્લભભાઇ આટકોટીયાએ કુવાડવા જી.આઇ.ડી.સી. મુકામે બ્રાયન ઇન્ટરનેશનલ તથા તેના ભાગીદાર જયેશ અમૃતભાઇ વસોયા તથા રજની અમૃતભાઇ વસોયા વિરૂધ્ધએ મતલબની ફરીયાદ રાજકોટની અદાલતમાં દાખલ કરેલ કે આરોપીઓ દ્વારા ફરીયાદી પેઢી પાસેથી સી.આઇ. સ્ક્રેપ ખરીદ કરેલ અને વર્ષોથી ધંધા સાથે સંકળાયેલ હતા અને આ સમય દરમ્યાન ફરીયાદીનો વિશ્વાસ સંપાદીત કરી બાદમા તબકકે ખરીદ કરેલ માલ પેટેનું આરોપી પેઢી પાસે ફરીયાદી પેઢીનું રકમ રૂ.૬,૧૩,૯૪૬નું લેઝર એકાઉન્ટની વિગતેનું કાયદેસરનું લેણુ હોય જે લેણુ અદા કરવાની કાનુની ફરજ અને નૈતીક જવાબદારી સ્વીકારી આરોપી પેઢીએ તથા તેના ભાગીદારોએ ફરીયાદ પેઢી જોગ કાયદેસરની લેણી રકમ અદા કરવા ચેક ઇસ્યુ કરી આપી, સહી કરી આપી આપેલ ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનુ ફરીયાદીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ આરોપીઓને કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપીઓ તરફથી ન મળતા આરોપીઓને ડીમાન્ડ નોટીસ પાઠવવ છતા ફરીયાદનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીઓએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપીઓ વિરૂધ્ધ ચેક રીટર્ન સંબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી હતી.

આરોપીઓએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીઓ બ્રાયન ઇન્ટરનેશનલ તથા તેના ભાગીદાર જયેશ અમૃતભાઇ વસોયા તથા રજની અમૃતભાઇ વસોયાનાઓને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇશ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી જયેશભાઇ આટકોડીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:41 pm IST)