Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

રૂ. ૧૮.૪૨ લાખ વસુલવા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીની મિલ્કત જપ્તીના મામલે સરકાર હાઈકોર્ટમાં ગઈઃ સોમવારે સુનાવણી

રાજકોટઃ બહુમાળીના પહેલા માળે આવેલી જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં ગઈકાલે કોર્ટ દ્વારા થયેલી જપ્તીની કાર્યવાહી સામે સરકાર હાઈકોર્ટમાં ગઈ હોવાનુ જાણવા મળે છેઃ આ અંગેની સુનાવણી સોમવારે થવાની હોવાનું પણ જાણવા મળે છેઃ ગઈકાલે કોર્ટના બેલીફ દ્વારા વોરંટના આધારે મુવેબલ પ્રોપર્ટીની જપ્તી કરવામાં આવી હતીઃ જો કે જાણવા મળે છે કે, આ મામલામાં મૂળ દાવામાં આ ઓફિસ પક્ષકાર જ નથીઃ અત્રે નોંધનીય છે કે, કર્મચારીને વહેલા નિવૃત કરવાના મામલામાં અદાલતનો આદેશ હોવા છતા નાણા નહિ ચુકવાતા સિવીલ કોર્ટ દ્વારા મિલ્કત જપ્તીનો હુકમ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે બપોર બાદ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં માત્ર મુવેબલ પ્રોપર્ટી જ લઈ જવામાં આવી હતી તેવુ જાણવા મળે છે

(3:49 pm IST)