Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

માલણ માતાજીના મંદિરે સોમવારે મહાયજ્ઞ

રાજકોટ, તા. ૨૭ : શહેરના રૈયા રોડ પર રૈયા ગામ તરફ બાપુ બાપા સીતારામ ચોક ખાતે આવેલ શ્રી માલણ માંનુ મંદિર આવેલ છે. જયાં છેલ્લા ૧૪ વર્ષથી નિયમીત રીતે દર વર્ષે શ્રી માલણ માંનો મહાયજ્ઞ આગામી તા.૨૯ના સોમવારે રાખવામાં આવેલ છે. આ યજ્ઞમાં શાસ્ત્રી શ્રી હાર્દિકભાઈ ભોાગાયતા (મો.૯૦૯૯૩ ૫૯૭૭૭) યજ્ઞના આચાર્યપદે બિરાજમાન થઈ શાસ્ત્રોકત વિધિથી યજ્ઞ કરશે.

માલણ માતાજીના મંદિરે દર ચૈત્ર મહિનાની નવરાત્રી તેમજ આસો મહિનાની નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉપરાંત દર વર્ષે ચૈત્ર દશમનો મહાયજ્ઞ તેમજ કાર્તિક પૂર્ણિમાએ અન્નકોટ રાખવામાં આવે છે.

દર વર્ષે ભાદરવી પૂનમે મહાપ્રસાદનો ભાવિકો લાભ લ્યે છે. આ વર્ષે આ મહાયજ્ઞ તા.૨૯ના સોમવારે મામા સાહેબની જગ્યા શ્રી માલણમાંના મંદિરે સવારે ૭ વાગ્યે હવન શરૂ થશે. બીડુ બપોરે ૧૨:૩૦ વાગ્યે હોમાશે. ત્યારબાદ મહાપ્રસાદ રાખેલ છે. આ હવનમાં માતાજીના ભુવા શ્રી અશોકભાઈ રાવળદેવ, શ્રી રાજુભાઈ અમરસિંહ રાઠોડ, દિલીપભાઈ રાઠોડ, સ્વ.ધનંજયભાઈ બીડીયા, ધનસુખભાઈ રાઠોડ, માવજીભાઈ સોલંકી, રણછોડભાઈ કોળી તથા ધવલભાઈ રાઠોડ અને જયસુખભાઈ રાઠોડ માતાજીની આરાધના કરશે. માલણમાંની જગ્યાના મહંત શ્રી સર્વેશ્વર દાસ કાઠીયાબાપુ (ઘેડ કડવાવાળા)એ ભાવિકોને નિમંત્રણ પાઠવ્યું છે.

આયોજનને સફળ બનાવવા સર્વેશ્રી કેશુભાઈ રવજીભાઈ રાઠોડ (૯૪૨૭૫ ૬૧૨૧૪), રાજુભાઈ ભીખાભાઈ બીડીયા (૯૮૨૫૦ ૧૧૦૧૮), હર્ષદભાઈ રાઠોડ, વિષ્ણુભાઈ બીડીયા, રવિભાઈ જે. રાઠોડ, વિજયભાઈ રાઠોડ, તુષારભાઈ બીડીયા, રાજુભાઈ રાઠોડ, દિનેશભાઈ રાઠોડ, કિશોરભાઈ રાઠોડ, વિમલભાઈ રાઠોડ અને અમુભાઈ સોઢા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:15 pm IST)