Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ડાયાલીસીસ હોલનું નામાભિકરણ- સન્‍માન

રાજકોટઃ અમદાવાદમાં  સ્‍વ.પદ્મશ્રી ડો.એચ.એલ.ત્રિવેદી અને શ્રીમતી સુનિતાબેન ત્રિવેદી ડાયાલીસીસ સેન્‍ટરના (નિઃશુલ્‍ક) દ્વિતીય વર્ષ નિમિતે આ સંસ્‍થાના બેકબોન (આધારસ્‍થંભ) તેમજ શ્રી સૌરાષ્‍ટ્ર પટેલ સેવા સમાજનાં પ્રમુખ શ્રી મગનભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને અનેક મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્‍થિતિમાં સંસ્‍થાનાં પટાંગણ ખાતે ડાયાલીસીસ હોલનું નામાભિકરણ કરવામાં આવ્‍યું હતું.આ પ્રસંગે સંસ્‍થાને રૂ.૫૧ લાખનું દાન આપનાર મુખ્‍યદાતા શ્રી મૂળશંકરભાઈ જાની અને તેમનાં પરિવારનું સન્‍માન શ્રી મગનભાઈ પટેલના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં ભાગવત કથાકાર શ્રી ચૈતન્‍ય શંભુ મહારાજ, બીએપીએસ શાહીબાગના સંત શ્રી ધર્મતીલક સ્‍વામીએ આશીર્વચન પાઠવ્‍યા હતા.  બિલ્‍ડર શ્રી મધુભાઈ વસાણી, રિક્રિએશન બોર્ડ અને હેરિટેજના ચેરમેન શ્રી રાજુભાઈ દવે, ઝીઓન ગ્રુપ વટવાના એમડી શ્રી અંકુરભાઈ ભાલોડીયા, પાલીવાલ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અંતુભાઇ ભટ્ટ,ભાગવત કથાકાર શ્રી રાજેશભાઈ દવે, શ્રી દંઢાવ્‍ય બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મહેન્‍દ્રભાઈ પંડ્‍યા,બ્રહ્મ અગ્રણી શ્રીમતી અરૂણાબેન વ્‍યાસ, બિઝનેશમેન શ્રી બિપીનભાઈ ગજરાવાલા રહ્યા હતા.ઉપસ્‍થિત મહાનુભાવોનું સન્‍માન શ્રીમતી નમ્રતાબેન રાજેન્‍દ્રભાઈ વ્‍યાસ અને સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી યશભાઈ વ્‍યાસના  હસ્‍તે તેમજ સંસ્‍થાનાં ટ્રસ્‍ટી શ્રી રાજેન્‍દ્રભાઈ વ્‍યાસનું સન્‍માન શ્રી મગનભાઈ પટેલે કર્યું હતું.(

(4:50 pm IST)