Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ભાડા કરાર-લીવ લાયસન્‍સ એગ્રીમેન્‍ટ માટે અશાંતધારામાંથી મુકિત મળવા કલેકટરને પત્ર

રાજકોટના નોટરી-વકીલો ખાસ કલેકટરને રજુઆત કરશે

રાજકોટ તા.૨૫: ગુજરાત સરકારશ્રીએ લાગુ કરેલ અશાંતધારા વિસ્‍તાર અંતર્ગત આવતા વિસ્‍તારોમાં ભાડા કરાર/ લીવ એન્‍ડ લાયસન્‍સ એગ્રીમેન્‍ટથી માલિકી હકકમાં ફેરફાર થતો હોય જેથી ભાડા કરાર/ લીવ એન્‍ડ લાયસન્‍સ એગ્રીમેન્‍ટને અશાંતધારામાંથી મુકિત આપવા જેથી કરીને આ વિસ્‍તારમાં ભાડા કરાર/ લીવ એન્‍ડ લાયસન્‍સ એગ્રીમેન્‍ટ નોટરાઇઝ તથા રજીસ્‍ટર્ડ સરળતાથી થઇ શકે જેથી સામાન્‍ય માણસને ભાડાની નજીવી આવક મળતી રહે, ભાડાની આવક ઉપર નભતા લોકોને આર્થિક સહાયતા મળી રહે તથા એડવોકેટ/ નોટરીશ્રીને તેમજ સરકારશ્રીને પણ ભાડા કરાર/ લીવ એન્‍ડ લાયસન્‍સ એગ્રીમેન્‍ટ માટે અશાંતધારાની મંજુરી માટે લાગતા લાંબા સમયમાંથી મુકિત મળી રહે.

અશાંતધારા હેઠળ આવતા અરજીઓને ફીફો ફર્સ્‍ટ ઇન ફર્સ્‍ટ આઉટ પધ્‍ધતિથી નિકાલ કરવામાં આવે અને ઇન્‍વર્ડ તથા આઉટવર્ડ નંબરો આપવામાં આવે તથા આ અરજી કેટલા સમયમાં નિકાલ કવી તેનું માર્ગદર્શન નકકી કરવામાં આવે તથા કાયદામાં સમયની જોગવાઇ ફીકસ કરવામાં આવે. જેથી કરીને કોઇ અરજદારને સમયમાં અન્‍યાય ન થાય અને પારદર્શિતા પણ જળવાઇ રહે.

સરકારી પ્રેસ (ગેઝેટ) ઓફીસ, રાજકોટ આતે નામમાં ફેરફાર બદલા અંગે કરવામાં આવતી અરજીમાં જરૂરી ડોકયુમેન્‍ટ ઇન્‍વર્ડ સમયે કર્મચારી દ્વારા યોગ્‍ય રીતે તપાસવામાં આવતા નથી તેમજ અરજી ઇન્‍વર્ડ થાય બાદ બે-બે મહિના જેટલા  લાંબા સમય બાદ અરજદારને કવેરી લેટર મોકલવામાં આવે છે અને આવી કવેરી સોલ્‍વ કર્યા પછી બીજા બે-ત્રણ મહિને ગેઝેટમાં નામ ફેરફાર પ્રસિધ્‍ધ કરવામાં આવે છે જેથી અરજદારને ફકત નામ ફેરફાર જેવી બાબતમાં ૫-૬ મહિના જેટલો સમયગાળો વ્‍યતિત થાય છે તો આ બાબતે સમયના થતા વિલંબ અંગે યોગ્‍ય કરવા વિનંતી. તેમજ સરકારી પ્રેસમાં એડવોકેટશ્રી સાથે યોગ્‍ય વર્તણુક કરવામાં  આવતી નથી અને એડવોકેટ એલાઉડ નથી તેવો ઘણી વખત ઉધ્‍ધતાઇભર્યુ વર્તન પણ કરે છે જે બાબતે પણ યોગ્‍ય કરવા એડવોકેટ બકુલ રાજાણી અંકિત વ્‍યાસ વિગેરે વકીલોએ કલેકટરને પત્ર પાઠવેલ છે. તથા અન્‍ય વકીલો

(4:46 pm IST)