Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજસ્‍થાન હેલ્‍થ બિલના વિરોધમાં રાજકોટ IMAનું આવેદન

રાજકોટ : રાજસ્‍થાનમાં હેલ્‍થ બિલ રજૂ થતા તબીબોએ ભારે વિરોધ નોંધાવ્‍યો છે. IMA દ્વારા દેશભરમાં પ્રદર્શન યોજાયું છે. ગુજરાત IMAના આદેશ બાદ રાજકોટ IMA એ પણ કાળીપટ્ટી ધારણ કરી રોષ વ્‍યકત કર્યો છે. આજે રાજકોટ IMAના પ્રમુખ ડો. સંજય ભટ્ટ, સેક્રેટરી ડો. તુષાર પટેલ, ડો. અતુલ પંડયા, ડો. પારસ શાહ, ડો. તેજસ કરમટા, ડો. મયંક ઠક્કર, ડો. ચેતન લાલસેતા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:38 pm IST)