Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

બેડીપરા ચારબાઇના મંદીર પાસેથી દારૂનો જથ્થો ભરેલી રીક્ષા સાથે મહારાષ્ટ્રના બે સહિત ૩ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા

પીએસઆઇ એ.બી.વોરા, એએસએ નિલેશભાઈ મકવાણા અને ટીમની કાર્યવાહી

રાજકોટ:  બેડીપરા ચારબાઇના મંદીર પાસેથી પેસેન્જર ઓટો રીક્ષા નં. જીજે ૦૩ એએકસ ૩૭૩૦માં દારૂનો જથ્થો ભરીને ૩ શખ્સો નીકળી રહ્યા છે તેવી બાતમી હેડકોન્સ. સંજયભાઇ ચાવડા, પો. કોન્સ, જગદીશભાઇ વાંક, ઉમેશભાઇ ચાવડા તથા ભગીરથસિંહ ઝાલાને મળતા વોચ રાખી રીક્ષા પકડી તપાસ કરતાં કુલ કિ.રૂ.૩૧,૭૦૦નો દારૂ મળતા તે તથા કિ.રૂ.૫૦,૦૦૦ મળી કિ.રૂ.૮૧,૭૦૦નો મુદામાલ કબ્જે કરી સંતોષ સરજુભાઇ વાધેલા દેવીપુજક ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.નિર્મલા ચાલીમાં ગોકુલધામ સોસાયટીની પાછળ કોપરી કોલોની ઠાણે પુર્વ ( મહારાષ્ટ્ર ) (૨) સુભાષ પોપટભાઇ વોણોદીયા - દેવીપુજક ઉ.વ.૩૮ ધંધો.મજુરી રહે. ગુજરાતી કોલોની, પારસીક પુર્વ રેતીબંદર રેલ્વેના પાટાની પાસે મચ્છીવાળા ગલી નંબર ૩ ગુરૂદ્વારા વાળી ગલીમાં ઠાણે (મહારાષ્ટ્ર) તથા (3) સઇદુ બાબુભાઇ કાદરી મુસલમાન ઉ.વ.૩૦ ધંધો. રીક્ષા ડ્રાઇવીંગ રહે. મનહરપરા શે.નં.૧ ભાવનગર રોડ ફાયર બ્રીગેડ પાસેની ધરપકડ કરી છે.

શહેર પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા ડી.સી.પી.ઝોન-૧ પ્રવીણકુમાર મીણા તથા ડી.સી.પી.ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા સાહેબની સુચનાથી પોલીસ ઇન્સ. જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ, એ. બી. વોરા, એએસઆઇ નીલેષભાઇ મકવાણા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા. અશોકભાઇ કલાલ, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા, પો.કોન્સ. મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, જગદીશભાઇ વાંક, દીપકભાઇ ડાંગર સહિતે આ કામગીરી કરી છે.

(10:09 am IST)