Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

હરિહર ચોકથી જયુબેલીચોક વચ્‍ચેના રસ્‍તાની ટ્રાફિક સમસ્‍યા

રાજકોટઃ રાજકોટ શહેરમાં વાહનોની સંખ્‍યા દિવસે ને રાત્રે સતત વધતી રહી છે. રાજકોટના રોડ-રસ્‍તા એ ના એ જ છે. આ પરિસ્‍થિતિમાં રાજકોટ શહેર ટ્રાફિક શાખા ઘણી જ સુંદર કામગીરી કરી રહી છે. તંત્રના પ્રયત્‍નોથી શહેરના યાજ્ઞિક રોડ, સરદારનગર મેઇનરોડ, કાલાવડ રોડ તેમજ અન્‍ય ટ્રાફિકથી ધમધમતા રોડ પર હવે ઘણી જ સરળતાથી વાહન વ્‍યવહાર થઇ રહયો છે.

આજકાલ શહેરના જયુબેલી ચોકથી હરિહરચોક વચ્‍ચે ટ્રાફિક સમસ્‍યા ઘણી જ  વકરી રહી હોય શહેર ટ્રાફિક શાખા તેમજ અન્‍ય સરકારી તંત્ર સાથે મળી આ રોડની સમસ્‍યા દૂર કરે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

આ રોડ પર એક બાજુ બેંક, પોસ્‍ટઓફીસ તેમજ અન્‍ય કોમર્સિયલ સંકુલો આવેલા છે જેના મુલાકાતીઓ રોડ પર વાહનો પાર્ક કરે છે. તો બીજી તરફ કબ્રસ્‍તાનની દીવાલને અડીને હમણાથી ફોર વ્‍હીલ વાહનો લાઇનબંધ પાર્ક થઇ રહયા છે જે ટ્રાફિકને ઘણા જ  અડચણરૂપ થઇ રહયા છે. જયુબેલી ચોકથી હરિહર ચોકનો આ મોટો રોડ અત્‍યારે જોઇએ તો નાની ગલી બની ગયો છે. લાગતા વળગતા તંત્રને વિનંતી કે જાત મુલાકાત લઇ ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર સુચારુ વ્‍યવસ્‍થા ગોઠવે

ભાવેશ આચાર્ય

રાજકોટ ૯૪૨૭૨ ૧૪૭૭૨

(3:47 pm IST)