Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રાજકોટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ગોંડલનો સેલ્‍સમેન અભી ખત્રી ઝડપાયો

આઇડી રાજકોટના મદની તબાણીએ આપી હતીઃ બીગ બાઝાર પટેલ ચોકમાં દરોડો પાડી ક્રાઇમ બ્રાંચે ૧૭૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો : એભલભાઇ બરાલીયા અને મહેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૨૭: દોઢસો ફુટ રીંગ રોડ પર બીગ બાજાર ચોક પટેલ પાન પાસે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી અભી જયસુખભાઇ નિર્મલ (ઉ.૩૧-રહે. ભોજરાજપરા સોસાયટી-૨, ગોડલ)ને મોબાઇલ ફોનમાં ગિરિરાજ એક્‍સ.કોમ નામની આઇડીમાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સોદા નાંખી હારજીતનો જૂગાર રમતો, રમાડતો પકડી લઇ તેની પાસેથી સાત હજારનો મોબાઇલ ફોન અને સાડાદસ હજાર રોકડા મળી ૧૭૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. તપાસમાં અન્‍ય એક શખ્‍સનું પણ નામ ખુલ્‍યું હોઇ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એભલભાઇ બરાલીયા તથા કોન્‍સ. મહેશભાઇ ચાવડાને બાતમી મળી હતી કે પટેલ ચોકમાં એક શખ્‍સ કે જેણે કાળુ જાકીટ અને ભુખરુ પેન્‍ટ પહેર્યુ છે તે ક્રિકેટનો સટ્ટો રમે છે. તેના આધારે તપાસ કરતાં આવો શખ્‍સ મળતાં તે જૂગાર રમતો હોઇ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પુછતાછમાં તેણે પોતાનું નામ અભી નિર્મલ હોવાનું અને ગોંડલમાં રહેતો હોવાનું કહ્યું હતું. સેલ્‍સમેન તરીકે કામ કરતો હોવાથી રાજકોટ આવ્‍યાનું અને પોતાને જૂગારની આઇડી મિત્ર મદની બશીરભાઇ તબાણી (રહે. રાજકોટ)એ આપી હોવાનું કબુલતાં મદનીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં એસ.આર. જોગરાણા, દિપકભાઇ ચોૈહાણ, મહેશભાઇ, હરપાલસિંહ અને એભલભાઇએ આ કામગીરી કરી હતી.

(1:44 pm IST)