Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૬: અત્રે ચેક રીટર્નના કેસમાં ૧ વર્ષની સજા આરોપીને કોર્ટે ફરમાવી હતી.

આ કેસની વિગત એવી છે કે, આ કામના આરોપી ભટ્ટ ધર્મેન્દ્રભાઇ ઉદયશંકર તેમના મિત્ર મહેતા ગૌરવભાઇ ભરતભાઇ પાસેથી ધંધાના વિકાસ અર્થે રૂ. ૪,પ૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલ હતા.

ત્યારબાદ આ કામના આરોપીએ આ કામના ફરીયાદીને પોતાની બેંકનો રૂ. ૪,પ૦,૦૦૦/-નો ચેક આપેલ જે પરત ફરેલ જેથી ફરીયાદીની સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરેલ જેના લીધે ફરીયાદીએ અદાલતમાં નેગોશિએબલ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ, સમગ્ર કેસ અદાલતમાં ચાલી જતાં રાજકોટના જયુ. મેજી.શ્રીએ આરોપીને તસ્કીરવાન ઠરાવી ૧ વર્ષની સજાનો હુકમ ફરમાવેલ તેમજ આરોપી ચેકની રકમ ચેક માસમાં નહીં ભરે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરેલ હતો.

આ કામે ફરીયાદી પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી મેઘરાજસિંહ એમ. ચુડાસમા તથા કિર્તીરાજસિંહ એચ. ઝાલા રોકાયેલા હતા.

(2:45 pm IST)