Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વધુ એક વિવાદ : પરફોર્મીંગ આટ્ર્સ વિદ્યાશાખામાં કલાધર આર્યની નિમણુંક ગેરકાયદે : હકાલપટ્ટી કરવા માંગ

ભાજપના કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહેલ સહિતના છાત્રોની કુલપતિ પેથાણીને ઉગ્ર રજૂઆત

રાજકોટ : સીન્ડીકેટ સભ્ય ડો.કલાધર આર્યની નિમણુંક ગેરકાયદે થઈ હોવાની ફરીયાદ સાથે ભાજપના કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહીલ સહિતના વિદ્યાર્થીઓએ કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીને ઉગ્ર રજૂઆત કરી હતી તે સમયની તસ્વીર.

રાજકોટ, તા. ૨૭ : સૌરાષ્ટ્ર ઉચ્ચ શિક્ષણધામ છેલ્લા ત્રણેક વર્ષથી તેની શૈક્ષણિક સિદ્ધિને બદલે છબરડા, ભ્રષ્ટાચાર અને લાગવગ સહિતના મુદ્દે ખૂબ ચર્ચાસ્પદ છે. અધ્યાપકોની ભરતીની ભલામણનો વિવાદ હજુ ધગધગે છે ત્યાં સીન્ડીકેટ સભ્ય અને પર્ફોર્મીંગ આટ્ર્સ ફેકલ્ટીના ડીન કલાધર આર્યની નિમણુંક ગેરકાયદે હોવાનો ભાજપના કોર્પોરેટર હાર્દિકભાઈ ગોહીલ અને મોટી સંખ્યામાં કુલપતિ નીતિનભાઈ પેથાણીને રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામેલ છે.કોર્પોરેટર અને માધ્યમિક શિક્ષણ સમિતિ અને કાયદા નિયમન સમિતિના સભ્ય હાર્દિકભાઈ ગોહીલ અને વિદ્યાર્થીઓ કુલપતિ શ્રી પેથાણીને રજૂઆત કરતા જણાવેલ કે પ્રો.કલાધર આર્ય પરફોર્મીંગ આટ્ર્સ વિદ્યાશાખાની કે તબલા વિષયની કોઈ જ પદવી ધરાવતા નથી. આ વિષયની કોઈ પ્રમાણીક નિપુણતા ધરાવતા નથી. આપશ્રીએ કલાધર આર્યની ગેરકાયદેસર રીતે લાભ અપાવવા અભ્યાસ સમિતિમાં નિમણુંક આપી અને તેના માધ્યમથી વિવિધ બંધારણીય પદોનો લાભ મેળવ્યો છે.

કુલપતિશ્રીને પાઠવેલ આવેદનમાં વધુમાં જણાવેલ કે પ્રો.કલાધર આર્યને ત્વરીત પરફોર્મીંગ આર્ટ્સ વિદ્યાશાખાની કે તબલા વિષયની અભ્યાસ સમિતિમાંથી દૂર કરવામાં અને અન્ય જે પદ ઉપર નિમણુંક પામ્યા છે તે તાત્કાલીક અસરથી રદ્દ કરવામાં આવે.

(4:20 pm IST)