Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મહાત્મા ગાંધીના નામે કરોડોનુ કૌભાંડ : કોંગ્રેસ

ગાંધીમ્યુઝિયમનું ૧પ કરોડનું કામ ર૬ કરોડે કેવી રીતે પહોંચ્યું ?: કોંગી આગેવાનોને સ્થળ તપાસ કરવા ન દેવાઇઃ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાના આક્ષેપો

ગાંધી મ્યુઝિયમના કામની તપાસમાં ગયેલા વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહીતના કોંગ્રેસીઓને અધિકારીઓએ અટકાવ્યા હતા ને વખતની તસ્વીર

રાજકોટ તા. ર૬ :.. વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ એક નિવેદનમાં મ્યુ. કોર્પોરેશનનાં તંત્રવાહકો સામે આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવાની કામગીરીમાં શંકાસ્પદ રીતે હાલ ચાલી રહી છે જેમાં કરોડો રૂપિયાનું મહાત્મા ગાંધીના નામે કૌભાંડ પણ થઇ રહ્યું છે.

 હાલના ભાજપના શાશકો એ પણ ભૂલી ગયા છે કે ગાંધી બાપુ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક જમાનાના પ્રમુખ પણ હતા અને કોંગ્રેસે આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરાવ્યા છે તે પણ ભાજપના લોકોએ ભૂલવું ના જોઈએ કે હાલ જેનું રીનોવેશન અને મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવી રહ્યા છે તે પણ કોંગ્રેસના લીડરોની દેન છે એ નાં ભૂલવું જોઈએ હાલમાં આ સ્મારક બની રહ્યું છે એ લોકહિતનું કામ છે માટે તેને કોંગ્રેસ પાર્ટી આવકારે છે પરંતુ ગાંધીબાપુના નામે થઇ રહેલા કરોડો રૂપિયાના કોભાંડની કોંગ્રેસ પાર્ટીને બુ આવતા સ્થળ તપાસ માટે રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરોની એક ટીમ બનાવીને સ્થળ વિઝીટમાં ગઈ હતી પરંતુ, તેમાં આ કોર્પોરેટરોને અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો નથી એની પાછળનું કોઈ કારણ કારણ એ છે કે કરોડો રૂપિયાના કૌભાંડો છતાં ના થાય. આ કૌભાંડની શંકા અંગે સ્પષ્ટ રજૂ કરતાં શ્રી સાગઠીયાએ જણાવ્યું હતું કે   પ્રથમ જયારે ૨૦૧૭માં આ અનુભૂતિ કેન્દ્ર બનાવવાનું  નક્કી થયું છે ત્યારે રાયનો એન્જીનીયરીંગ પ્રાઇવેટ લીમીટેડને કન્સલ્ટન્ટનું કામ તા.૨૮-૩-૨૦૧૭ના રોજ સોપવામાં આવ્યું હતું જેને રૂ.૩૧ લાખ કન્સલ્ટિંગ ફી ચુકવવામાં આવેલ છે તેને બનાવ્યા મુજબ ૧૫.૮૪,૯૯,૮૧૪ રૂ./- નું સંપૂર્ણ કામ થશે જેવું કે  જેમાં  ઇલેકિટ્રક એસ્ટીમેન્ટ – ૧,૦૫,૪૭,૭૨૧/-, સિવિલ એસ્ટીમેન્ટ-૧,૬૦,૦૩,૮૫૩/-, HVAC  એસ્ટીમેન્ટ- ૭૯,૮૪,૭૯૬/-, મ્યુઝિયમની ઇન્ટીરીયર કામગીરી – ૧૨,૩૯,૬૩,૪૪૨/-, આ રીતે કુલ ખર્ચ નક્કી કરી વામાં કોમ્યુનીકેશનને સોપવામાં આવેલ છે આ વામાં કોમ્યુનીકેશન કંપની જેની છે તે શાસકો સાથે   સાઠગાંઠ ધરાવે છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર જેવા અનેક પ્રોજેકટો આ વામાં કંપનીને આપેલ છે એ જ કંપનીને આ મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રની કામગીરી સોપવામાં આવેલ છે.

શ્રી સાગઠિયાએ વધુમાં જણાવેલ કે ે વિગત જાણવા મુજબ અને સ્ટેન્ડીંગ કમીટીના થયેલ તાજેતરમાં થયેલ ઠરાવ મુજબ આ જ કંપનીને ૧૫,૮૪,૯૯,૮૧૪ કરોડ રૂપિયા નું જે કામ હતું તે કામમાં ૯,૯૩,૭૧,૨૩૮/- કરોડ રૂપિયાનો વધારો કરી કુલ ૨૬,૦૯,૭૧,૦૫૨/- જેવી  માતબર રકમ આ વામાં કંપનીને ચુકવવાનો ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીએ કર્યો

આમ, ૧૫.૮૫ કરોડ રૂપિયા  માંથી રાતોરાત  રૂ.૨૬ કરોડ ઉપરનું બજેટ બની જતું હોય તે પણ એક શંકાના દાયરામાં છે

આથી પ્રજાની મહેનતની પરસેવાની કમાણીમાંથી ચૂકવાયેલ ટેકસના છે એટલે આ નાણા કયાં કેવીરીતે વપરાય તે જોવાની જવાબદારી પણ ચુંટાયેલ પ્રતિનિધિઓની હોય છે તેના અનુસંધાને અમો કોંગ્રેસના કોર્પોરેટરો આંજે સ્થળ વિઝીટમાં ગયા હતા કમિશ્નરશ્રી ને પણ વાત કરેલ હતી પરંતુ ભાજપના કહ્યાગરા એવા કમિશ્નરશ્રી હાલ ભાજપની સેવા માટે ગાંધીનગર ખાતે છે અમોને સ્થળ વિઝીટતો ના કરવા દીધી પરંતુ

 કમિશ્નરશ્રી જે હાલ ગાંધીનગર ખાતે છે તેઓએે સ્થળ વિઝીટતો ના કરવા દીધી પરંતુ  ત્યાં અનેક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

આમ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખશ્રી તરીકે રહી ચુકેલા મહાત્મા અને ભારત રત્ન એવા ગાંધીબાપુના નામે પોતાની પ્રસિદ્ઘ ભુખ સંતોષવા તેમજ લગતા વળગતાને આર્થિક લાભ અપાવવા માટે પ્રયત્નો થયા હોય ત્યારે  તેને ઉજાગર કરવો સ્થળ ઉપર ગયેલ   વશરામભાઈ સાગઠીયા, મનસુખભાઈ કાલરીયા, અતુલભાઈ રાજાની, દિલીપભાઈ આસવાણી, દ્યનશ્યામસિંહ એ. જાડેજા, પ્રવીણભાઈ સોરાણી, ઠાકરસીભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ, યતીનભાઈ વાદ્યેલા અને વિરલ ભટ્ટ સહિતના કોંગ્રેસના આગેવાનોને અટકાવી દેવાયા હતાં. તેમ નિવેદનનાં અંતે જણાવાયું છે.

(4:26 pm IST)