Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

તાત્યા ટોપે લાફીંગ કલબના સ્થાપનાદિનની ઉજવણી

હાસ્યથી તંદુરસ્ત રહેવાની પ્રવૃત્તિ ચલાવતા 'તાત્યા ટોપે લાફીંગ કલબ' ના છઠ્ઠા સ્થાપના દિવસની તાજેતરમાં આમંત્રિત મહેમાનો અને કલબના સભ્યોની ઉપસ્થિતીમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ડીસ્ટ્રીકટ લાફીંગ કમીટીના જનરલ સેક્રેટરી અરવિંદ વોરા, રેઇસકોર્સ લાફીંગ કલબના કો-ઓર્ડીનેટર જયંતિભાઇ માંડલીયા, લલીતભાઇ ઠાકર વગેરે ઉપસ્થિત રહેલ. તાત્યા ટોપે કલબના કન્વીનર મિતલબેન જોષીએ સૌને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમ માટે શશીભાઇ અને માયાબેન છાંટબારે જહેમત ઉઠાવી હતી.

(4:19 pm IST)