Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સ્વામિનારાયણ મુખ્ય મંદિરે જલજીલણી એકાદશી મહોત્સવ

રાજકોટ : સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજકોટ ભુપેન્દ્ર રોડ ખાતે જલજીલણી એકાદશી મહોત્સવ તથા વામન જયંતિ મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીના પ્રમુખસ્થાને ઉજવાયો. ઠાકોરજીને પાલખીમાં બેસાડી, ઢોલ નગારા સાથે, રાસ રમતા રમતા સભામંડપમાં લાવવામાં આવ્યા, વેદોના મંત્રોચાર સાથે કલાત્મક યાંત્રીક હોડીમાં પધરાવી જળ વિહાર કરાવ્યો હતો.ચાર આરતી અને ઠાકોરજીના અનેક કિર્તનો ગાવામાં આવ્યાં હતાં પૂર્વ કોઠારી શાસ્ત્રી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, સદગુરૂ હરિચરણદાસજી સ્વામી જુનાગઢ, શાસ્ત્રી આનંદસ્વરૂપદાસજી, સ્વામી વિસાવદરે આરતિ ઉતારી હતી. જલજીલણી મહોત્સવમાં ઘનશ્યામ સ્વામી, મુનિવત્સલસ્વામી, પાર્ષદ કાન્તી ભગત (શીઘ્ર કવિ), પૂર્વ કોઠારી બાલાજી હનુમાનજી ત થા ભુમેલ આત્મજીવનદાસજી સ્વામીએ દર્શન, પ્રવચન અને આર્શિવાદનો લાભ આપ્યો હતો. બપોરે વામન જયંતિ મહોત્સવ ધામધુમથી ઉજવાયો, દેવઉત્સવ મંડળ રાજકોટે કિર્તન ભકિત કરી મહંતસ્વામીએ આરતિ ઉતારી સભાનું સંચાલન અને એનાઉન્સર મંડળના સેવાભાવી અને વિદ્વાન પ્રમુખ જીતુભાઇ રમધનપરાએ કરી સત્સંગી સેવક મનસુખભાઇ એમ. પરમારની યાદીમાં જણાવાયું છે

(4:18 pm IST)