Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

શહેર ભાજપ દ્વારા વિધાનસભા-૬૯માં 'સ્વચ્છતા અભિયાન'

  રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બર થી પંડિત દીનદયાળજીની જન્મજયંતી તા.૨૫મી સપ્ટેમ્બર સુધી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ દ્વારા કાર્યાજલી સેવા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા વિધાનસભાવાઈઝ 'સ્વચ્છતા અભિયાન' હેઠળ શ્રમદાન કરવામાં આવ્યું હતું .આ અંતર્ગત શહેર. ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા સહીતના અગ્રણીઓ એ આ'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરી પ્રારંભ કરાવ્યો હતો. આ તકે વિધાનસભા-૬૯ના વિસ્તારોમાં બાબુભાઈ આહીર, દુર્ગાબા. જાડેજા, અંજનાબેન મોરજરીયા, શીલ્પાબેન જાવીયા, લલીત વાડોલીયા, રસીકભાઈ બદ્રકીયા, કાનજીભાઈ ખાણધર, ભાવેશ પરમાર, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, વિજય શિયાળ, રાજનભાઈ સિંધવ, વિજય કોશીયા, અશોક જાદવ, ધર્મેન્દ્ર રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજા, હીતેશ મારૂ, દીનેશ કણજારીયા, પ્રદીપ સરવૈયા, જયદીપસિંહ જાડેજા, ભરત પંડયા, જયરાજભાઈ રાઠોડ, સુરેશ સંચાણીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.

(4:18 pm IST)