Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વેટ અનવેષણના દરોડાના દોરને મોટી સફળતા ૧૪II લાખનો ટેક્ષ-દંડ ૯ પાર્ટી પાસેથી વસુલાયો

સોમવારે મોડી રાત્રે વડોદરા-રાજકોટ હાઇવે ઉપર ડે. કમિશ્નર હિતેષ વર્માનું સફળ ઓપરેશન

રાજકોટ તા. રપઃ રાજકોટ વેટ તંત્રે મોડી રાત્રે સપાટો બોલાવી ઇ-વે બીલ ભર્યા વગરનો માલ લઇ જ તી ૯ ગાડી ઝડપી લઇ લાખો રૂ.નો દંડ ફટકારતા સનસનાટી મચી જવા પામી છે.

વેટના અનવેષણ એટલે કે દરોડા વિભાગના ડે. કમિશ્નરશ્રી હિતેષ વર્માએ મોડીરાત્રે પોતાની ટીમો સાથે રાજકોટ-વડોદરા અને રાજકોટ-અમદાવાદ હાઇવે વચ્ચે દરોડા પાડી ૯ ગાડીઓ રોકી માલ અંગે ચકાસણી કરતા, તમામ માલ ઇ-વે બીલ ભર્યા વગરનો નીકળી પડતા તમામ ૯ ગાડી જપ્ત કરી લઇ રાજકોટ ખાતે મુકી દેવાઇ હતી, અને આ તમામ ૯ પાર્ટી પાસેથી ઇ-પેમેન્ટ સીસ્ટમથી લાખો રૂ.નો ટેક્ષ-દંડ વસુલવા અંગે ગઇકાલે બપોરથી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જેમનો માલ પકડાયો તેમાં મોરબીના સિરામીકના ઉત્પાદકો-વેપારીઓ અને રાજકોટના પ જેટલા સ્ક્રેપ એટલે કે લોખંડના ભંગારના મોટા વેપારીઓ-પેઢીઓ હોવાનું બહાર આવ્યું છે, આ એક પણ પાસે ઇ-વેબીલ નહોતા, જુદા જુદા ટ્રાન્સપોર્ટ મારફત માલ મોકલાયો હતો, દરમિયાન ગઇકાલ બપોર બાદ તમામ પાર્ટી પાસેથી થઇને કુલ ૧૪ાા લાખ રૂ.નો ટેક્ષ અને પેનલ્ટી વસુલ કરાયાનું સુત્રોએ ઉમેર્યું હતું. (૭.રર)

(11:59 am IST)