Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વૃક્ષો વાવો... હરિયાળી લાવો

મનરેગા અને મિશન મંગલમ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પડધરી તાલુકા પંચાયત કચેરી દ્વારા તાલુકાના જીલરીયા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૃક્ષો વાવો ... હયિરાળી લાવો.. ના સંકલ્પ સાથે નારણકા નર્સરી દ્વારા આપવામાં આવેલ રપ૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે.પટેલ, પડધરી તાલુકા વિકાસ અધિકારી નૈમિષ ગણાત્રા, તાલુકા આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર બ્રિન્દાબેન જોશી, મનરેગા આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર બિમલરાજભાઇ રાઠોડ, તાલુકા લાઇવલી હુડ મેનેજરશ્રી તૃષ્ટિબેન, તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:06 pm IST)