Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

શહેર ભાજપની ત્વરીત કામગીરીથી પાટીલજી ખુશ

તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ રાજકોટની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને પ્રથમ તબકકામાં પેજપ્રમુખ બનાવવાની યાદી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવતા ફટાફટ કરી આપી એક પ્રત ગાંધીનગર મોકલી અપાઇ હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાના વોર્ડ, બુથમાં મતદારયાદીના પાન નંબર, પેજ પ્રમુખમાં પોતાના મતદાર ક્રમાંક, નામ-મોબાઇલ નંબર સહીતની વિગતો આવરી લેવાઇ હતી. ખુબ ઝડપથી આ કાર્ય આટોપી લેવાતા સી. આર. પાટીલે બીરદાવી શાબાસી આપી હતી. તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(4:05 pm IST)