Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

યુનિ.રોડ ઉપર થયેલ હત્યાના ગુન્હામાં ત્રણ શખ્સોના વચગાળાના જામીન મંજુર

રાજકોટ, તા.૨૬: શહેરના યુનિવર્સિટી રોડ નજીક બાજીશાહની દરગાહ પાસે પોલીસને દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી યુવાનની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા ત્રણ શખ્સોને અદાલતે ત્રણ વખત મળી કુલ ૧૬૫ દિવસના વચગાળાના જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના બાજીશાહ દરગાહ પાસે અજય ઉર્ફે પ્રતિક મનોજભાઈ નામના યુવાનની પોલીસને દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી સાત શખ્સોએ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યા હતા.

હાલ જેલ હવાલે રહેલા રિઝવાન ઉર્ફે શાહ,ખ સાબુદ્દીન બેલીમ, કિશન અરવિંદ ગંગદેવ અને અક્ષય અશોક પરમાર સહિત ત્રણ શખ્સોએ પોતાના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય તેમજ કોરોનાની મહામારીના સંક્રમણથી બચવા વચગાળાની જામીન અરજી કરી હતી. જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખીત-મૌખીક દલીલ ધ્યાને લઈ ન્યાયધીશ યુ.ટી.દેસાઈ, ડી.કે.દવે અને એચ.એમ.પવારએ ઉપરોકત ત્રણેય શખ્સોને ત્રણ વખત મળી કુલ ૧૬૫ દિવસના વચગાળાના જામીન પર મુકત કરતો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવપક્ષે એડવોકેટ તરીકે, રૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર અને ભરતભાઈ સોમાણી રોકાયા હતા.

(3:26 pm IST)