Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

શહેરમાં જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ સહિત રપની ધરપકડ

રાજકોટ, તા. ર૬ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે જુદા જુદા વિસ્તારોમાં દુકાન, હોટલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપરીઓ સહિત ર૩ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

એ-ડીવીઝન પોલીસે ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલ પંપ સામે ક્રિષ્ના ડીલક્ષ પાન નામની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર ચીરાગ જસાભાઇ સરૈયા, પંચનાથ મંદિર પાસે લોન્ડ્રી ખુલ્લી રાખનાર અતુલ રૂપસીંગભાઇ બુંદેલા, ન્યુ જાગનાથ રર મેઇન રોડ પરથી કાપડની દુકાન ખુલ્લી રાખનાર મૌલીક ગીરીશભાઇ લહેરૂ તથા બી-ડીવીઝન પોલીસે પારૂલ બગીચા સામે મેલડી ચાપડી ઉંધીયુની લારી ચાલુ રાખનાર મનસુખ કન્દશ્વામી સેટીયાર તથા થોરાળા પોલીસે ચુનારાવાડ શેરી નં.૧મા સુરેશ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખનાર દામજી રવજીભાઇ ભલસોડ તથા ભકિતનગર પોલીસે ઢેબર રોડ અમરનાથ સોસાયટીના મુકેશ ગોરધનભાઇ મેઘાણી તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક હરેશ રોહીદાસભાઇ પાટીલ તથા માલવીયાનગર પોલીસે ગોકુલધામ કવાર્ટર પાસેથી પુનિત સુરેશભાઇ કાલાવડીયા તથા પ્રનગર પોલીસે કસ્તુરબા રોડ પર બાઇક પર ત્રિપલ સવારી નીકળનાર નિલેશ રાણાભાઇ ખીમાણી, જામનગર રોડ સાંઢીયા પુલ પાસેથી એકટીવા ચાલક નજરે આલમ મહંમદ રસકુલ્લા શેખ, સદર બજારમાંથી બાઇક ચાલક સુરજ અનિલભાઇ સોલંક, નાસીર ગફારભાઇ ચૌહાણ, લુકાસી મેરમણભાઇ ભેડા તથા ગાંધીગ્રામ પોલીસે શ્યામનગર-૬માંથી રણજીત ચંદ્રકાંતભાઇ મકવાણા, સોજીત્રાનગર મેઇન રોડ પર જલારામ પાણીપુરી નામની દુકાન ખુલ્લી રાખનાર મહેશ કાંતિભાઇ ખંઢેરી તથા તાલુકા પોલીસે લાલા મુન્નાભાઇ, મવડી મેઇન  રોડ પરથી સુરજ રાજેશભાઇ ભરવડા, શુભમ ડીલકસ પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર કાળુ પરબતભાઇ મેંદરડા, ધરમનગર મેઇન રોડ પરથી દીપસાગર નામની દુકાન ધરાવતા તુષાર નીતિનભાઇ સાવલીયા તથા યુનિવર્સિટી પોલીસે સાધુવાસવાણી રોડ પર બજરંગ ભેળ દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળનાર ભરત ગોંવિદભાઇ બોલસીયા, રૈયા રોડ પર ખોડીયાર હોટલ ખુલ્લી રાખનાર રમેશ કરશનભાઇ બાંભવા, ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાસેથી સોઢા લખુભાઇ અલગોતર, પંચાયત ચોક પાસે અજય પાન નામની દુકાન ખુલ્લી રાખનાર શૈલેષ હરદાસભાઇ વાઢેર, સાધવાસવાણી રોડ પર રેઇડ એપલ રેસ્ટોરન્ટ પંજાબી ચાઇનીઝ નામની દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનાર વિકાસ તુકારામભાઇ જાદવને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:25 pm IST)