Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

બાર કાઉ. ની બે વર્ષની રીન્યુઅલ ફી ન ભરનાર વકીલોને વેલફેરનો લાભ મળશે નહિ

ર૪ હજાર વકીલોએ રીન્યુઅલ ફી ભરી નથી : ઠરાવ થશે

રાજકોટ, તા. ર૬ :  રવીવારે બાર કાઉન્સીલના ચેરમેન સી.કે. પટેલની અધ્યક્ષતામાં જનરલ બોર્ડ મળેલ હતું. આ જનરલ બોર્ડમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કુલ -૮૮,૦૦૦ વકીલો નોંધાયેલા છે અને તે પૈકી ના ર૪૦૦૦ વકીલોએ રીન્યુઅલ ફી ભરેલ નથી અને આ વર્ષે માત્ર ૧૮૯૬૦ વકીલોએ જ વેલફર સ્કીમ બંધ થવાની હાલત ઉપર આવતા બાર કાઉન્સીલે રીન્યુઅલ ફી નહી ભરનાર વકીલો સામે લાલ આંખ કરેલ છે.

છેલ્લા બે વર્ષમાં ર૪૦૦૦ વકીલોએ રીન્યુઅલ ફી ભરેલ નથી. આ રીન્યુઅલ ફી નહી ભરનાર અને બેદરકારી દાખવનાર વકીલોને મૃત્યુ સહાય અને વેલફર સ્કીમના હકકો ચુકવવાનું બંધ કરવામાં આવશે. વકીલોને મૃત્યુ સહાયમાં સાડાત્રણ લાખની રકમ ચુકવવામાં આવે છે. ર૦૦૬ સુધી બાર કાઉન્સીલમાં એક પણ પૈસા લીધા વગર વેલફરના મેમ્બર બનવાવમાં આવતા હતા.

બાર કાઉન્સીલ વેલફર સ્કીમમાં હાલમાં દર વર્ષે ૧પ૦૦ રીન્યુઅલ ફીની રકમ થી ફંડ ચાલે છે અને તેમાંથી રકમની ચુકવણી કરવામાં આવે છે. આ રીન્યુઅલ ફી નહીં ભરનાર એડવોકેટની વેલફર સ્કીમના કોઇપણ લાભ નહીં આપવાનો ઠરાવ થનાર હોય તુરંત જ તમામ વકીલોએ રીન્યુઅલ ફી ભરી આપવા બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલ, દીપેન દવે, અનીલ કૈલા, ભરત ભગત મેમ્બર નલીન પટેલ, જીતેન્દ્ર ગોળવાળા સહિતના એ જણાવેલ છે.

(3:24 pm IST)