Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ભાજપ કાર્યાલયે સાંજે વોર્ડ નં.૯-૧૦ના કાર્યકરોના હસ્તે આરતી

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત યાદીમાં શહેર ભાજપ કાર્યાલય-સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવમાં ગઇકાલે ચોથા દિવસે પુર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય તથા તેમના ધર્મપત્નિ આશાબેન ઉપાધ્યાય સાથે કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, પ્રમુખ રમેશભાઇ દોમડીયા, મહામંત્રી અનિલ લીબડ, કિરીટ ગોહેલ, કોર્પોરેટર અજયભાઇ પરમાર, મીનાબેન પારેેખ, હીરલબેન મહેતા, શહેર ભાજપ મહીલા મોરચા મહામંત્રી પુનીતાબેન પારેખ, દિલીપભાઇ ત્રીવેદી, વોર્ડ નં.૮નાં પ્રભારી નિતીન ભુત, પ્રમુખ અશ્વીન પાંભર, મહામંત્રી કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, શહેર ભાજપ મંત્રી ધોળકીયા, કોર્પોરેટર રાજુભાઇ અઘેરા, શહેર ભાજપ મહીલા મોરચા મહામંત્રી કિરણબેન માંકડીયા, શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ ડી.બી.ખીમસુરીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ વાડોલીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, જેરામભાઇ વાડોલીયા, એન.જી.પરમાર, પ્રવીણભાઇ ડોડીયા, રાજુભાઇ કુંડલીયા, રાજન ઠકકર, નિલેશ ખુંટ, પી.નલારીયન, વિજય મેરે, રાજ ધામેલીયા સહીતનાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. આજે સાંજે વોર્ડ નં.૯ તેમજ વોર્ડ નં.૧૦ના કાર્યકર્તાઓ સાથે આગેવાનો મહાઆરતીનો લાભ લેશે.

(3:23 pm IST)