Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ઢેબર રોડ અટિકા સત્યનારાયણ સોસાયટીમાં ગંદકીના ગંજઃ રોગચાળો ફેલાવાનો ભય

રાજકોટઃ સતત ત્રણ દિવસ પડેલા વરસાદને પગલે ઢેબર રોડ અટિકા સાઉથની સત્યનારાયણ સોસાયટીમાં ગંદકીના ગંજ ખડકાઇ ગયા છે. ગંદા પાણીના તળાવડા મચ્છર ઉત્પાદન કેન્દ્ર તરીકે કામ કરવા માંડ્યા છે. મુખ્ય રસ્તા પર જ લોકો રોજબરોજ મોટા પ્રમાણમાં ગંદવાડ ફેંકી જાય છે. તેમજ અમુક અહિ રોડ સાઇડમાં વહેલી સવારે કે મોડી રાતે 'છી' પણ કરી જાય છે. આ રસ્તા પર લાંબા સમયથી ગંદકીનો પ્રશ્ન ઉદ્દભવેલો હોઇ સંબંધીતો સત્વરે યોગ્ય ઉકેલ લાવે તેવી રહેવાસીઓની માંગણી છે. તસ્વીરમાં ગંદવાડો જોઇ શકાય છે. અગાઉ પણ અનેક વખત લોકોએ તંત્ર અને નગરસેવકો સમક્ષ રજૂઆતો કરી હતી. જે તે વખતે થોડો સમય સાફસફાઇનું ધ્યાન રખાયું હતું. પરંતુ હવે ફરીથી આ સોસાયટી તરફ દુર્લક્ષ સેવવાવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સત્વરે ગંદકી દૂર કરવામાં નહિ આવે તો રોગચાળો ફેલાઇ જશે તેવો ભય સોસાયટીના રહેવાસીઓને સતાવી રહ્યો છે. રસ્તાની સાઇડમાં થતી ગંદકી કાયમનો પ્રશ્ન છે. તેનો નિવેડો લાવવા માંગણી ઉઠી રહી છે.

(3:23 pm IST)