Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જુદા જુદા કેસોમાં સંડોવાયેલ આરોપી વતી તેની પત્નીએ કરેલ માનવતાની અરજી રદ

રાજકોટ, તા. ર૬ :  જુદા જુદા કેસોમાં રમેશ મકવાણાની પત્નીએ તેના પતીને છોડાવવા કરેલ માનવતાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી.

બનાવની હકિકત જોઇએ તો રમેશ મકવાણા મોટામવા ગામના સરપંચ ગુજરનાર મયુર તળશીભાઇ શીગાળાનું ખુન કેસ ઉપરાંત લૂટ તથા જમીન કૌભાંડના કેસમાં જેલ હવાલે હોય તેના પગમાં રહેલ પ્લેટની રીવીઝન સર્જરી કરવા માટે અગાઉ સેસન્સ અદાલતમાં તથા હાઇકોર્ટમાં કરેલ માનવતાની જામીન અરજીઓમાં સફળતા ન મળતા તેની પત્ની હેતલબેન મકવાણા મારફત હાઇકોર્ટમા મેડકીલના ગ્રાઉન્ડસર વચગાળાના જામીનની માંગણી જુદા જુદા કેસોમાં કરેલ હતી.

બન્ને પક્ષની રજુઆતો રેકર્ડ પરની હકિકતો લક્ષે લેતા તેમજ ગુજરાત હાઇકોર્ટના અમૃતભાઇ પટેલના  ચુકાદામાં ઓબર્જવ કરેલ હકિકતો લક્ષે લઇએ તો અરજદાર અંડર ટ્રાયલ પ્રિજનર છે તેને સ્વતંત્રતા અને પ્રિવિલેજ ટુંક સમય પુરતા ભંગ થયેલ છે તે અધિકારથી સ્પેશીફીક ડોકટર તથા હોસ્પિટલની પોતાની સારવાર માટે પસંદગી માગી શકે નહીં તેમજ સ્વતંત્ર નાગરિકની જેમ સીટી બહાર પસંદગીના ડોકટર પાસે સારવાર માટે વધુ લીબટી પણ માગી શકે નહીં તેમજ સીટીમાં સારવાર ઉપલબ્ધ હોય. અરજદારે જે સારવાર માટે વચ્ચગાળાના જામીન મુકતી માટે અરજી કરેલ તે સારવાર માટે જેલ ઓથોરીટી પાસે પોતાની મેડીકલ ઓફીસરની ટીમ હોય છે અને સારા સાધનો ઉપલબ્ધ હોય છે જો કોઇ સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં જરૂરી છે ત્યારે જેલ મેડીકલ ઓફીસરનો રીપોર્ટના આધારે જેલ ઓથોરીટીના સુપરવિઝન હેઠળ સીમિત સમયે સારવાર કરાવી શકે છે હાલના કેસની અ રજી તથા હાઇકોર્ટના જજમેન્ટની હકિકતો લક્ષે લેતા કોઇ ચોક્કસ કારણ અરજીમાં જણાતુ ન હોય તેમ માની મેડીકલ ગ્રાઉન્ડસરની માનવતાની વચ્ચગાળાની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત ખુન કેસમાં મુળ ફરીયાદપક્ષે રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતનચોવટીયા, રવિ ઠુંમર, રીપલ વેરીયા તથા સ્પે.પી.પી. અને એસ. દફતરી, ભાવિન દફતરી, પથિક દફતરી, દિનેશ રાવલ, વિક્રાંત રોકાયેલ હતા.

(3:19 pm IST)