Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સાસરીયાના પગ ધોઇ પાણી પીવડાવીને તલ્લાક આપતા પોલીસ કમિશનરને ફરીયાદ

રાજકોટ, તા. ર૬ :  રાજકોટના જમીલાબેન સાજીદભાઇ ગાહા અને આમદભાઇ સોરાના પુત્રીએ તેમના પતિ સાજીદભાઇ સસરા ભોળાભાઇ, સાસુ નુરબાઇ, જેઠ રહીમભાઇ, નણંદ મુમતાઝબેન તથા રીઝવાના બેન સામે શારીરિક મારકૂટ અને કરીયાવર ઓછો લાવી છો અને સાસુ સસરા અને જેઠના પગ ધોઇ પાણી પીવડાવી ત્રાસ આપવા બદલ પોલીસ કમીશનર રાજકોટ સમક્ષ લેખીત ફરીયાદ કરેલ છે.

બનાવની હકિકત એવી છે કે જંગલેશ્વર રાજકોટમાં રહેતા આમદભાઇ સોરાએ તેમના પુત્રી જમીનલાના નિકાહ અમરેલી જિલ્લાના લીખાળા ગામના વતની સાજીદ ભોળાભાઇ ગાહા સાથે આજથી ૪ વર્ષ પહેલા નિકાહ કરવામાં આવેલા અને એક માસ સારી રીતે રાખ્યા બાદ તેમના પતિ સાજીદભાઇ તથા સાસુ સસરા જેઠ નણંદો દ્વારા કરીયાવર ઓછો લાવી છો અને સાજીદને ધંધા માટે રૂ. પ,૦૦,૦૦૦ રૂ. પાંચ લાખ ની જરૂર છે. પિતા પાસેથી લઇ આવો તેવું જણાવી સતત મારકુટ અને ત્રાસ આપવાનું ચાલુ કરવામાં આવેલ અને જમીલાબેને ત્રાસ આપવા માટે અને માવતરેથી રૂ. પાંચ લાખ પડાવવા માટે તેના પતિ સાજીદ, સસરા ભોળાભાઇ જેઠ રહીમભાઇ, સાાસુ નુરબાઇના પગ ધોવળાવી અને તે પાણી જમીનબેનને પીવાની ફરજ પાડતા હતા. તેમ છતાં જમીલાબેન તેમના પતિ સાજીદભાઇએ ધંધાના પાંચ લાખ લાવીન શકતા તેમના બધા કુટુંબી ભેગા થઇ તારા બાપાએ ચશ્માવાળી, આંધળી છોકરી મોકલી દીધી છે. અને તુ કાળી છો તુ હવે ગમતી નથી તેવા મેણાટોણા મારી પતિ સાજીદે મારકૂટ કરવાનું ચાલુ કરેલ અને કરીયાવરમાં આપેલ ફર્નીચર તોડી નાખેલ ત્યારબાદ મહારાષ્ટ્રમાં નંદુરબાર શહેરમાં રહેવા ગયેલા ત્યાં સતત મારકૂટ ત્રાસ ચાલુ રહેતા પાડોશીએ તેમના કાકા રહીમભાઇ સોરાને ફોન કરી તેડાવતા રહીમભાઇ સોરા તેમજ ફુલ રૂકશાનાબેન અને કાકી શેરબાનું તેમની ભત્રીજીને તોડી લાવેલા અને ત્યારબાદ કુટુંબથી સમાધાનના પ્રયત્નો કરતા કોઇ દાદનો આપતા અને તલાક આપી દેવા છે તેવી ધમકી ચાલુ રાખતા જમીલાબેને પોલીસ કમીશનર રાજકોટ શહેરને લેખીતમાં શારીરિક માનસીક ત્રાસ દુઃખની અને કરીયાવર બાબતે ફરીયાદ કરતા તે ફરીયાદ મહિલા  પોલીસ સ્ટેશન રાજકોટને સોંપવામાં આવેલ છે.

ફરીયાદી જમીલાબેનના એડવોકેટ તરીકે ધર્મેન્દ્રબા જાડેજા રોકાયેલા છે.

(3:17 pm IST)