Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ન્યારામાં ગુરૂદેવના આશ્રમના જીર્ણોધ્ધારનું કાર્ય વેગમાં: ભાવિકોને સહયોગી બનવા તક

રાજકોટ તા. ર૬ :.. પૂ. રણછોડદાસજીબાપુની તપોભૂમિ ન્યારા ખાતે પૂ. શ્રી સદ્ગુરૂ સ્વામી શ્રી હરીચરણદાસજીના માર્ગદર્શન હેઠળ બીજા શીખરનું કામકાજ ચાલુ કરેલ હતું.

આ આશ્રમ ગુરૂજીનો છે તે પણ ખૂબ જ મોટો થશે, ભવ્ય થશે, બધા આશ્રમની હરોળમાં આવી જશે તેવો ભાવ વ્યકત કરેલ.

મોટા ગુરૂદેવ જ રણછોડદાસજીબાપુએ તો ત્યાં સુધી કહયું છે કે ન્યારા જગસે પ્યારા હોગા તેને નાના ગુરૂદેવ હાસ્ય સાથે સહમત થયેલ હતાં. બાપુનો રાજીપો લેવા તથા આગામી ર૦રપ ના ભવ્યથી ભવ્ય પ્રોગ્રામમાં કોઇ જાતની કોઇને તકલીફ પડે નહી તે જોતા હાલ નવા દસ રૂમ સાધુ-સંતો માટે ખાસ ફાળવવાના હોય તે રીતે ફર્નીચર બનાવવાનું કામ નકકી થયેલ છે. જયાં પૂ. ગુરૂદેવ ભગવાનની પ્રતિમાને ૧૦૦ વર્ષની ઉજવણીમાં કાંઇ કમી રહે નહી તેમ દરેક સૌ સૌની રીતે આ કાર્યમાં તન, મન, ધનથી લાગી રહેલ છે.

પંખા પણ આવી ગયા છે. તથા હરેશભાઇ રાજા તથા તેના ગ્રુપ તરફથી દરેક બાથરૂમમાં તથા ટોઇલેટ તથા ગેન્ડી બધુ જ સીરામીક લલીતભાઇ ચંદારાણા તથા ઉપેન્દ્રભાઇ કાથરાણી, મોરબીવાળા તરફથી આવેલ છે. અન્ય પણ જીર્ણોધ્ધારમાં નાની-મોટી વસ્તુ આશ્રમમાં દઇ અને આ પુણ્યનું ભાથુ બાંધીને ધન્ય બનવા સૌ ભાવિક ભકતો માટે તક ઉભી થઇ હોય લાભ લેવા અનુરોધ કરાયો છે.

ન્યારા આશ્રમનો દર્શનનો સમય સવારે ૭.૩૦ થી ૧ર.૩૦ સુધી તથા બપોરનો સમય ૩.૩૦ થી ૮.૩૦ નો છે. ગુરૂદેવના ન્યારા ખાતે પાવન પગલાને આવકારી દર્શન કરીને ધન્ય થવા તેમજ વધુ વિગત માટે મો. ૯૮રપ૪ ર૪૬૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:35 am IST)