Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મિત્રો, પરિવાર તણાવ માટે અકસીર ઇલાજ સમાન બની શકે

ચિંતા, તણાવ, વ્યાધિ વર્તાય ત્યારે પરિવાર બની શકે છે દવા

રાજકોટ,તા. ૨૫: સામાજિક લોકોની વચ્ચે રહેતા લોકોને લોકડાઉન ઙ્ગસમય પસાર કરવો ખુબ કરો થઇ પડ્યો છે તેવામાં એવા લોકોને પણ વધુ તકલીફ પડી છે કે જે માનસિક રીતે થોડા નબળા હોય. જે લોકો સતત લોકોની વચ્ચે જ રહેતા હતા તેવા લોકો માટે એકલું રહેવું ચિંતા અને તાણનો વિષય બની ગયું છે. માણસ જયારે લોકોની વચ્ચે હોય ત્યારે તે હળવું અનુભવે છે તેવી જ રીતે જયારે તે લોકોથી સમાજથી દૂર રહે છે ત્યારે તે વધુ વ્યગ્રતા અનુભવે છે એટલે જ માણસને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. પરિવારની વચ્ચે રહેવાનો લાભ એ મળે છે કે તે લોકો તમારી માનસિક સ્થિતિ જાણી જાય છે અને તે લોકો તમને સધિયારો આપવા માટેનું સૌથી બેસ્ટ સાધન બની રહે છે.

પૂરતી ઊંઘ પણ જરૂરી :

KGMU મેડિસિન વિભાગ દ્વારા એસોશિએટ પ્રોફેસર ડો. હરીશ ગુપ્તા જણાવે છે કે ઊંઘ એક જાતની ટ્રીટમેન્ટ જ છે. ચિંતા, તણાવ હોવાથી લોકો પૂરતી ઊંઘ નથી લઇ શકતા જેના લીધે મોટાભાગના લોકોમાં નિરાશા અને હતાશા જેવા રોગ જોઈ શકાય છે. હતાશા થવાથી કેટલીક વાર ડાયાબિટીસ, બી.પી.,થાક, યાદશકિતમાં ઘટાડો, સ્વભાવમાં ચીડિયાપણું , અસંતુલીત હોર્મોન્સ, વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીક વાર ડોકટરો પૂરતી ઊંઘ લેવા માટેની સલાહ આપે છે ત્યારે ડોકટરો દવા પણ લખી આપે છે કે જેના લીધે પૂરતી ઊંઘ મળી શકે. દરેક સામાન્ય વ્યકિતએ ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ.

યોગ પ્રાણાયામ કરો :

યોગ શિક્ષક બ્રિજેશ કુમાર જણાવે છે કે ધ્યાન, પ્રણાયામ, માણસની એકાગ્રતામાં વધારો કરે છે. નકારાત્મક વિચારોથી દૂર રાખે છે. કોરોના સમયમાં લોકોમાં નકારાત્મકતા ઘર કરી ગઈ હતી જેને દૂર રાખવા ધ્યાન, પ્રાણાયામ ખુબ જ ઉપયોગી બન્યું છે.

સંતુલિત આહાર લેવો :

આયુર્વેદાચાર્ય ડો. રૂપલ શુકલ જણાવે છે કે માનસિક તાણનો અઢાર લોકોના ખાનપાનને પણ અસર કરે છે. સંતુલિત આહાર સમગ્ર શરીરને સંતુલિત રાખે છે. ભારતીય ખાનપાન સૌથી બેસ્ટ માનવામાં આવે છે જેમાં દાળ,ભાત , શાક, રોટલી, સલાડ, દહીં, વગેરે સંતુલિત આહાર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, મિનરલ્સ વગેરે માટે જરૂરી છે.

(4:08 pm IST)