Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

રાજકોટના આજીડેમ મેળામાં વિખુટા પડેલ ૧.૫ વર્ષનાં બાળકને વાલી મિલન પોલીસે મિલન કરાવ્યુ

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમી નિમિતે યોજાતા મેળામાં લોકો શાંતિપુર્વક હર્ષોલ્લસથી મજા માણી શકે તે માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ રવિ મોહન સૈની તથા મદદનીશ પોલીસ કમિશ્નર પૂર્વ વિભાગ એચ.એલ.રાઠોડના માર્ગદર્શન હેઠળ એસીપી. પી.આઇ, પીએસઆઇ, તથા હથીયારધારી જવાનોનો કાફલો સતત પેટ્રોલીંગ, બંદોબસ્ત જાળવી રહ્યો છે. દરમિયાન શહેરનાં આજીડેમ વિસ્તારમાં યોજાયેલ મેળામાં ૧.૫ વર્ષનો યાસીર તોફીક મલિક(રહે. જુના ગણેશનગર) તેના પરિવારથી વિખુટા પડી જતા મેળામાં ઇન્ચાર્જ પીએસઆઇ એમ.જે.રાઠોડ સહિતનાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે આ બાળક મળી આવતા તેને તેના વાલી સાથે પુનઃ મિલન કરાવ્યુ હતુ.

(9:37 pm IST)