Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગુરૂપૂર્ણિમા એટલે વ્યકિતથી માંડી રાષ્ટ્રના નિર્માણનો અવસરઃ પ્રદિપ ત્રીવેદી

વિશ્વ ભારતી પરિષદ દ્વારા ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઇ

રાજકોટ,તા. ૨૬: વિશ્વ ભારતી પરિષદ દ્વારા તા. ૨૪ને શનિવારે ગુરૂપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી.

આ અંગે કન્વીનર તથા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ત્રિવેદીની યાદી જણાવે છે કે, સનાતન હિંદુ સંસ્કૃતિ મુજબ ગુરુપૂર્ણિમા એ મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ ઉત્સવ તથા જીવન,ચરિત્ર રાષ્ટ્ર નિર્માણ તથા ઉત્થાન માટેનો દિવ્ય અવસર છે સમગ્ર માનવજાતના પરાત્પર ગુરુ દેવાધિદેવ ભગવાન શ્રી શંકર તથા તે પરંપરાના ઉત્ત્।રાધિકારી સમસ્ત હિંદુ સમાજ માટે વંદનીય એવા આદી શંકરાચાર્યજી નું પૂજન આજે સમાજના વરિષ્ઠતમ આગેવાનોએ શાસ્ત્રોકત તથા શ્રદ્ઘાપૂર્વક કરી આ અવસરને દિવ્યતા પ્રદાન કરી હતી.

વધુમાં શ્રી ત્રીવેદીએ જણાવ્યું હતુ કે કાર્યક્રમમાં આરંભે કુમારિકાઓના હસ્તે આમંત્રિત મહેમાનોનું કંકુ ચોખા થી સ્વાગત કરી અભિવાદન કરવામાં આવ્યું  હતુ.ં ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પરંપરાગત રીતે બંને ગુરુઓને અક્ષત કંકુ તથા પુષ્પ થી વધાવીને દંડવત પ્રણામ કરી પ્રસાદ અર્પણ કર્યો હતો. આજના દિવસે સમગ્ર ભારતવર્ષને જગતગુરુ બનાવવાનો, ભારતમાતાની ગરિમા પુનઃ સ્થાપિત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.

આ તકે ડો. હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, ડો. નીદતભાઈ બારોટ, ડો. ધરમ કામલીયા, પરેશભાઈ પંડ્યા, ડો.યજ્ઞેશભાઈ જોશી, નરેન્દ્રભાઈ સોલંકી, મનીષાબા વાળા, મુકુંદભાઈ ટાંક, ભાર્ગવભાઈ પઢીયાર, પ્રવીણભાઈ સોરાણી, જીતુભાઈ ઠાકર, ગોપાલ મોરવાડિયા, ભાવેશભાઈ ત્રિવેદી, નવનીતભાઈ ગઢવી સહિતના આગેવાનો આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેવું વિશ્વ ભારતી પરિષદના અગ્રણી વિરલ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે. 

(4:01 pm IST)