Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ

ગોંડલમાં ર૧ સંત-સતીજીઓનું ચાતુર્માસઃ ધર્મ આરાધના

રાજકોટ તા. ર૬: ગોંડલ સંપ્રદાયના ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સ.ા તથા સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સ.ા તથા મહાસતીવૃંદ સુમંગલ સાનિધ્યમાં ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ ગોંડલમાં અનેકવિધ આરાધનામાં આરાધકો જોડાઇ રહ્યા છે.

તા. રપ/૭ના પ્રવચન દરમ્યાન ચાતુર્માસિક નિત્ય પ્રવચન અને રાત્રે આગમ વાંચનાને અનુલક્ષીને સુયગડાંગ સૂત્ર અને જ્ઞાતાધર્મકથા સુત્રની પોથીની વહોરાવવાનો લાભ બે પરિવારે લીધેલ.

નિત્ય પ્રવચન ચાર મહિનાનો લાભ સૂયગડાંગ સૂત્ર વહોરાવીને શ્રીમતી તનુજાબેન ગુણવંતભાઇ દોશી-લોખંડવાલા-અંધેરી લાભ લીધેલ છે રાત્રી આગમ વાંચના સાતાધર્મકથા સૂત્ર પોથી વહોરાવવાનો લાભ માતુશ્રી કુસુમબેન હરસુખભાઇ મહેતા પરિવાર ગોંડલ દ્વારા લેવામાં આવેલ.

૪૯ પ્રતિક્રમણની અનુમોદનાના લાભાર્થી પરિવાર શ્રીમતી તનુજાબેન ગુણવંતભાઇ દોશી-લોખંડવાલા અંધેરી દ્વારા ગોંડલ ગાદીના ગામમાં ૪૯ પ્રતિક્રમણ જે જે સ્થાનમાં સંઘ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે. તે તમામ સ્થાનોના આરાધકોની અનુમોદનાનો લાભ ભાગ્યશાળી પરિવારે લીધેલ છે તે બદલ સકલ સંઘે બંને લાભાર્થી પરિવારની ઉદાર ભાવના પ્રત્યે ધન્યવાદની લાગણી વ્યકત કરી છે.

પૂ. ગુરૂદેવે જણાવેલ કે વિનય નામ રાખવાથી કે લખવાથી વિનયવાન નથી થવાતું હૃદયમાં સર્વજીવો પ્રત્યે અહોભાવ સદ્દભાવ અને સમભાવ રાખવાથી વિનયવાન થવાય છે. 

(3:41 pm IST)