Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ધો.૯ થી ૧૧માં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ

વરસતા વરસાદમાં છાત્રો શાળાએ પહોંચ્યા : પ્રથમ દિવસે ૪૦ થી ૫૦% હાજરી : કોરોના પ્રોટોકોલનું ચુસ્ત પાલન : વાલીઓની સંમતિ સાથે શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ

રાજકોટ : કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ મેળવતા છાત્રો માટે આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થયુ છે. પ્રસ્તુત તસ્વીર રાજકોટની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ મેળવતા છાત્રો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૬ : કોરોના મહામારીમાં પ્રથમ વર્ષના ૨ માસ બાદ બીજી તીવ્ર લહેર આવતા શાળાઓ બંધ થઈ હતી. હવે કોરોનાનંુ સંક્રમણ વધતા રાજય સરકારે કોરોના પ્રોટોકોલને અનુસરવાની તાકીદ કરીને ધો.૯થી ૧૧નું આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છાત્રો શાળાએ ઉત્સાહભેર પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા આવ્યા છે.

પાંચ માસથી ઓનલાઈન શિક્ષણ મેળવતા ધો.૯ થી ૧૧ના છાત્રો આજથી પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા શાળાએ ગયા હતા. આજે પ્રથમ દિવસે સમગ્ર ગુજરાત રાજયમાં ૪૦ થી ૫૦% જેટલા છાત્રો શાળાએ પહોંચ્યા હતા.

કોરોનાનું સંક્રમણ ઓછું થયુ છે પરંતુ હજુ ત્રીજી લહેરની અનિશ્ચિચતતા વચ્ચે સરકારે પ્રત્યક્ષ શિક્ષણ મેળવતા છાત્રો અને શિક્ષક માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના અમલની તાકીદ કરી છે.

ધો.૧૨માં ૨૦ દિવસ પૂર્વે ઓફલાઈન શિક્ષણ શરૂ થયુ છે. હાલ ૮૦%થી વધુ છાત્રો ઓફલાઈન શિક્ષણ મેળવે છે.

પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાઓએ વાલીઓની સહમતી લીધી છે.

રાજકોટ જીલ્લાની ૪૭ સરકારી ૨૪૩ ગ્રાન્ટેડ, ૫૩૨ ખાનગી શાળાઓમાં ધો. ૯ થી ૧૧ના સવા લાખ છાત્રો પ્રત્યક્ષ શિક્ષણ મેળવશે.

રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી સહિતના જીલ્લામાં ધો. ૯ થી ૧૧નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયુ છે. 

(3:06 pm IST)