Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રોહીદાસપરામાં સુરભી અને તેના મમ્મીને પડોશમાં રહેતાં લત્તાબેને છત્રીથી માર માર્યો

હાથ આવ્યું એ હથિયાર, છત્રી બની હથીયાર!

રાજકોટ તા. ૨૬: મારામારીમાં ઘણીવાર લોકો હાથમાં આવ્યું એ હથીયાર મુજબ ગમે તે ચીજવસ્તુનો ઉપયોગ કરી લેતાં હોય છે. દરમિયાન એક મારામારીમાં એક મહિલાએ પડોશમાં રહેતી મા-દિકરીની છત્રીથી માર મારતાં દિકરીને સારવાર માટે દાખલ કરવી પડી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબી રોડ રોહીદાસપરામાં રહેતી સુરભી વિજયભાઇ બારોટ (ઉ.વ.૧૪)ને સાંજે છએક વાગ્યે પડોશી લત્તાબેને ઝઘડો કરી વાંસામાં છત્રીની ઉપરની અણીના ઘોકા મારી દેતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

સુરભીના પિતા વિજયભાઇ બારોટના કહેવા મુજબ અઠવાડીયા અગાઉ નજીવી વાતે લત્તાબેન સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી રવિવારે સાંજે ચાલુ વરસાદે મારી દિકરી સુરભીને છત્રીથી માર માર્યો હતો. મારા પત્નિ કાજલબેન વચ્ચે પડતાં તેને પણ છત્રીથી ઇજા કરી હતી.

(1:01 pm IST)