Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ભાજપ રાજકીય પાર્ટી નહીં પરંતુ રાષ્‍ટ્રવાદની વિચારધારા : કમલેશ મિરાણી

મેયર બંગલા ખાતે શહેર ભાજપની કારોબારી બેઠક સંપન્‍ન : આગેવાનોનું માર્ગદર્શન

 રાજકોટ : ભારતીય જનતા પાર્ટીની પ્ર ણાલિકા મુજબ પ્રદેશ કક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક બાદ મહાનગર કક્ષાએ અને ત્‍યારબાદ વોર્ડક્‍ક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવતી હોય છે ત્‍યારે તે અંતર્ગત પ્રદેશ ભાજપ કારોબારી બેઠક સંપન્ન થયા બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્‍યક્ષતામાં અને શહેર ભાજપ સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર,કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી ડો.ધનસુખ ભંડેરી, સુરેન્‍દ્રનગર ભાજપ   પ્ર્રભારી નિતીન ભારઘ્‍વાજ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ જોષીપુરા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર, ભાવનાબેન જોષીપુરા, ડો.જેમનભાઈ ઉપાઘ્‍યાય, કાશ્‍મીરાબેન નથવાણી, અંજલીબેન રૂપાણી સહીતના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરની શહેર ભાજપની અપેક્ષીત શ્રેણીના સભ્‍યોની કારોબારી બેઠક શહેરના મેયર બંગલા ખાતે યોજાઈ હતી. આ કારોબારીનો ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો ત્‍યારબાદ વંદે માતરમ ગાન થયા બાદ સ્‍વાગત પ્રવચન કરતા કમલેશ મિરાણીએ જણાવેલ કે ૧૯૮૦ માં સ્‍થપાયેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત અને દેશ માટે અવિરત સંઘર્ષ અનેક યાતનાઓ અને અનેક આંદોલનો દ્વારા સ્‍થાપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની મોટી રાજકીય પાર્ટી બની છે  ભાજપ એ માત્ર રાજકીય પક્ષ નહીં પરંતુ રાષ્‍ટ્રવાદની વિચારધારાને વરેલી પાર્ટી છે અને તેના આપણે સો કાર્યકર્તા છીએ તેનુ આપણને ગોરવ છે.  બાદમાં ધનસુખભાઇ ભંડેરી, ગોવિંદભાઇ પટેલ, ઝવેરભાઇ ઠકરારે () બેઠક સંબધી માર્ગદર્શન પૂરૂ પાડેલ. આ કારોબારી બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અંતમાં આભાર વિધિ નરેન્‍દ્રસિંહ ઠાકુર અને વ્‍યવસ્‍થા જીતુ કોઠારીએ સંભાળી હતી. આ કારોબારી બેઠકમાં શહેર ભાજપની અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા. આ કારોબારી બેઠકને સફળ બનાવવા કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અનિલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોષી,  પ્રવીણભાઈ ડોડીયા, રામભાઈ વઘાશીયા, રમેશભાઈ જોટાંગીયા, જયંતભાઈ ઠાકર, પંકજભાઈ ભાડેશીયા, રાજન ઠક્કર, વિજય મેર, રાજ ધામેલીયા, નલહરીભાઈ, ભાવીન ધોળકીયા, જગદીશ ઘેલાણીએ જહેમત ઉઠાવી હતી.

(4:00 pm IST)