Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સેવા પરમો ધર્મ સુત્રને સાર્થક કરતું મારૂતિ કુરીયર

સવા કરોડથી વધુ રકમ દેશની સેવામાં અર્પણઃ દેશભરમાં કંપનીની ટીમ દ્વારા ફૂડ પેકેટ- રાશનકીટ વિતરણ કાર્ય કરવામાં આવ્યું: રામભાઈ મોકરીયા

રાજકોટઃ શ્રી મારૂતી કુરીયર સર્વિસ પ્રા.લી.કંપનીના ૯૦૦ કર્મયોગીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે  પોતાનો એક દિવસનો પગાર રૂ.૮,૧૦,૦૦૦ પ્રધાનમંત્રીશ્રીના પીએમ કેસ ફંડમાં અર્પણ કરવામાં આવેલ. મારૂતિ કુરીયરના ચેરમેન શ્રી રામભાઈ મોકરીયા દ્વારા પીએમ કેર્સ ફંડમાં ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના રીલીફ ફંડમાં પણ રૂ.૧૦,૮૦,૦૦૦નું ફંડ અર્પણ કરેલ છે. આમ શ્રી મારૂતી કુરીયર પરિવાર  તરફથી કુલ રૂ.૧,૨૬,૯૦,૦૦૦ દેશની જનતાની સેવામાં અર્પણ કરેલ છે. તાજેતરમાં લોકડાઉનના સમય દરમ્યાન ભારતભરના ૫૦ જેટલા વિવિધ શહેરોમાં શ્રી મારૂતી કુરીયર સર્વિસના સીનીયર ચેનલ પાર્ર્ટનર દ્વારા સમયોચીત જરૂરીયાત મુજબ ગરીબ પરિવારોને ફુટપેકેટ, ભોજન તથા રાશન કિટ પહોંચતી કરેલ. પોલીસ મિત્રોને ફરજના સ્થળ ઉપર તેમજ હોસ્પિટલમાં ડોકટર્સ, મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફ, દર્દી તથા દર્દીના સગા- સંબંધીઓને ચા-નાસ્તાની સેવા આપવાનું ઉમદા સેવાકાર્ય સંપન્ન કરેલ હતું.

 

મહામારીની આ પરિસ્થિતિમાં લોકડાઉન દરમ્યાન રાજકોટ ખાાતે સતત ૫૦ દિવસથી શ્રી મારૂતી કુરીયર સર્વિસના સીનીયર રીજનલ મેનેજર શ્રી એમ.પી.મોકરીયા તથા અન્ય કુરીયરની ટીમ દ્વારા રાજકોટ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં દવાઓની નિઃશુલ્ક ડીલીવરીની સેવા કરી રહેલ છે. શ્રી એમ.પી.મોકરીયાની ટીમને શ્રી રામભાઈ મોકરીયાએ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મારૂતી કુરીયર સર્વિસ દ્વારા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન કુરીયર સર્વિસ શરૂ કરી દેવામાં આવેલ છે. કંપનીના દેશભરના ૯૫૦૦થી વધુ કર્મયોગી ટીમ ભારતભરના ૨૩૦૦થી વધુ લોકેશનમાં કોઈપણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ વસુલ કર્યા વિના સલામતીના નિયમોને અનુસરીને ઉત્સાહભેર સર્વિસ આપી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

શ્રી મારૂતી કુરીયર પરિવારના સુરેશભાઈ મોકરીયા અને તેમની ટીમ દ્વારા શહેરી વિસ્તાર ઉપરાંત ગામડે- ગામડે જ્ઞાતિબંધુઓના ઘરે ઘરે જઈને કીટ વિતરણ કરેલ. પોરબંદર જીલ્લામાં કીટ વિતરણ દરમ્યાન કંપનીના સીનીયર રીજનલ મેનેજર અને ચેનલ પાર્ટનર સર્વેશ્રી નવીન ગોરીયા (દિલ્હી), ગોપાલ જોષી (બેંગ્લોર), જયેશ કોઠારી (ગુરગાંવ), રણછોડ બળેજા (મુંબઈ), નયન જોષી (દિલ્હી)ના સહયોગ પ્રાપ્ત થયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:40 pm IST)